મંગળ પર બાંધકામ માટે વિજ્ઞાનીઓએ અવકાશયાત્રીઓના લોહી, પરસેવા, આંસુમાંથી બનાવ્યા કોન્ક્રીટ બ્લોક, જાણો વિગત
મંગળ પર પાણીની અછત છે. આ સ્થિતિમાં ત્યાં ઈંટ મોકલવા માટે આશરે બે મિલિયન ડોલરનો ખર્ચ થાય તેવી અંદાજ છે. મેટેરિયલ્સ
હાલ ઘણા લોકો મંગળ ગ્રહ પર પોતાનું આગામી મુકામ બનાવવાનું વિચારી રહ્યા છે. લોકોએ ત્યાં વસવાટ કરતાં પહેલા માનવ કોલોની વસાવવી પડશે.ન યૂનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે મંગળ ગ્રહ પર માનવ કોલોની બનાવવા માટે વિજ્ઞાનીઓએ અવકાશયાત્રીઓના લોહી, પરસેવા, આંસુમાંથી કોન્ક્રીટ બનાવ્યા છે. તેમના કહેવા મુજબ આ દ્વારા મંગળ ગ્રહ પર નિર્માણ સામગ્રી મોકલવાના ખર્ચાળ અને મુશ્કેલ પડકારનું સમાધાન થઈ જશે.
શું છે એસ્ટ્રોકીટ
મંગળ પર પાણીની અછત છે. આ સ્થિતિમાં ત્યાં ઈંટ મોકલવા માટે આશરે બે મિલિયન ડોલરનો ખર્ચ થાય તેવી અંદાજ છે. મેટેરિયલ્સ ટુડે બાયો જર્નલમાં ચાલુ મહિને પ્રકાશિત થયેલા રિપોર્ટ મુજબ, અવકાશયાત્રી મંગળની માટી અનેતેમના લોહીથી સાઇટ પર કોન્ક્રીટ બનાવી શકે છે. અભ્યાસ મુજબ વૈજ્ઞાનિકોએ માનવીના લોહી અને સિંથેટિક રોઝોલિથનો ઉપયોગ કરીને એસ્ટ્રોકીટ નામનો એક નક્કર પદાર્થ પહેલા જ બનાવ્યો છે. એસ્ટ્રોકીટ મંગળ અને ચંદ્ર પર માટી માટે વૈજ્ઞાનિક શબ્દ છે.
એસ્ટ્રોકીટ કેટલી મજબૂત હોય છે
માનવીના લોહ અને સિંથેટિક રેઝોલિથનું મિશ્રણ માનવ સીરમ એલ્બ્યૂમીનના કારણે કામ કરે છે. એલ્બ્યૂમિન માનવીના લોહીના પ્લાઝમામાં મળતું એક સામાન્ય પ્રોટીન છે. આ પ્રોટીન જ્યારે ડિહાઈડ્રેટેડ થાય છે ત્યારે એક મજબૂત બોન્ડ બને છે.લોહી અને ધૂળનું મિશ્રણ કોન્ક્રીટ બરાબર હોય છે. પરંતુ રિસર્ચર્સનું કહેવું છે કે મિશ્રણમાં માનવ યુરિયા ભેળવવાથી તે વધુ મજબૂત બને છે. આ સોનરી પદાર્થ યુરિયા પરસેવો, આંસુ અને મૂત્રથી બને છે. આ પ્રકારે એસ્ટ્રોકીટની મજબૂતાઈ 300 ગણી વધી જાય છે.
એસ્ટ્રોકીટની કેવી હોય છે ગંધ?
અભ્યાસ મુજબ, એસ્ટ્રોકીટ ભૂરા રંગની છાયા છે. પરંતુ તેને કોઈપણ રૂપમાં આકાર આપી શકાતો નથી. 3ડી પ્રિન્ટિંગમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. અભ્યાસમાં એસ્ટ્રોકીટની ગંધ અંગે કંઈ જણાવવામાં આવ્યું નતી. પરંતુ એસ્ટ્રોકીટનું સ્ટ્રક્ચર અન્ય કોઈ ચીજથી બનેલા સીલબંધ આંતરિક ખોળની રક્ષા કરી શકે છે.
NASA ને મંગળ પર સુપર ઇરિપ્શનના મળ્યા પુરાવા
નાસાએ મંગળ ગ્રહ પર સુપર ઈરિપ્શનના પુરાવા મળ્યા હોવાનું કન્ફર્મ કર્યું છે. અરેબિયન ટેરા તરીકે ઓળખાતા આ સ્થળે હજારો સુપર ઈરિપ્શનન હોવાનો અનુભવ થાય છે. અહીં થયેલો જ્વાળામુખી વિસ્ફોટ 500 મિલિયન વર્ષ જૂનો હોવાનું કહેવાય છે.
આ પણ વાંચોઃ IPL 2021: આજથી આઈપીએલનો પ્રારંભ, મુંબઈ ઈન્ડિયન્સ-ચેન્નાઈના ક્યા 3 દિગ્ગજ ખેલાડી નહીં રમે ? જાણો શું છે કારણ ?