(Source: ECI/ABP News/ABP Majha)
Bipin Rawat Demise: જનરલ બિપિન રાવતનું નિધન, PM મોદી સહિત આ મોટા નેતાઓએ વ્યક્ત કર્યું દુ:ખ
દેશના પ્રથમ ચીફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું તમિલનાડુના કુનુરમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. આ દુર્ઘટનામાં જનરલ રાવતના પત્ની મધુલિકા રાવતનું પણ નિધન થયું છે
નવી દિલ્હીઃ દેશના પ્રથમ ચીફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું તમિલનાડુના કુનુરમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. આ દુર્ઘટનામાં જનરલ રાવતના પત્ની મધુલિકા રાવતનું પણ નિધન થયું છે. દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર કુલ 14માંથી 13 લોકોના મોતની પુષ્ટી થઇ છે. જ્યારે દુર્ઘટના ઘાયલ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની સારવાર ચાલી રહી છે. જનરલ રાવતના નિધનથી દેશ દુખી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કોગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.
જનરલ બિપન રાવતના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું કે જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકાજીના નિધનથી સ્તબ્ધ અને વ્યથિત છું. દેશે પોતાના સૌથી બહાદૂર સપૂતોમાંથી એકને ગુમાવ્યો છે. માતૃભૂમિ માટે તેમની ચાર દાયકાઓ સુધી નિસ્વાર્થ સેવા અસાધારણ વીરતા અને વીરતાથી ચિહ્નિત હતી. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.
I am shocked and anguished over the untimely demise of Gen. Bipin Rawat and his wife, Madhulika ji. The nation has lost one of its bravest sons. His four decades of selfless service to the motherland was marked by exceptional gallantry and heroism. My condolences to his family.
— President of India (@rashtrapatibhvn) December 8, 2021
It’s deeply painful for me to learn of the loss of lives in the chopper crash. I join the fellow citizens in paying tributes to each of those who died while performing their duty. My heartfelt condolences to the bereaved families.
— President of India (@rashtrapatibhvn) December 8, 2021
સીડીએસ રાવત સહિત 13 લોકોના નિધન પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશથી હું ખૂબ દુખી છું. જેમાં જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને સૈન્યના અન્ય લોકોને આપણે ગુમાવી દીધા છે. તેમણે ભારતની ખૂબ મહેનતથી સેવા કરી. મારી સંવેદના મૃતકના પરિવારજનો સાથે છે.
Gen Bipin Rawat was an outstanding soldier. A true patriot, he greatly contributed to modernising our armed forces and security apparatus. His insights and perspectives on strategic matters were exceptional. His passing away has saddened me deeply. Om Shanti. pic.twitter.com/YOuQvFT7Et
— Narendra Modi (@narendramodi) December 8, 2021
As India’s first CDS, Gen Rawat worked on diverse aspects relating to our armed forces including defence reforms. He brought with him a rich experience of serving in the Army. India will never forget his exceptional service.
— Narendra Modi (@narendramodi) December 8, 2021
I am deeply anguished by the helicopter crash in Tamil Nadu in which we have lost Gen Bipin Rawat, his wife and other personnel of the Armed Forces. They served India with utmost diligence. My thoughts are with the bereaved families.
— Narendra Modi (@narendramodi) December 8, 2021
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે તમિલનાડુમાં આજે એક ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને 11 અન્ય સશસ્ત્ર દળોના જવાનો આકસ્મિત નિધનથી દુખ વ્યક્ત કરું છું. તેમના આકસ્મિત નિધન આપણા સશસ્ત્રદળો અને દેશ માટે એક ના પુરી કરી શકાય તેવી ક્ષતિ છે.
Deeply anguished by the sudden demise of Chief of Defence Staff Gen Bipin Rawat, his wife and 11 other Armed Forces personnel in an extremely unfortunate helicopter accident today in Tamil Nadu.
— Rajnath Singh (@rajnathsingh) December 8, 2021
His untimely death is an irreparable loss to our Armed Forces and the country.
General Rawat had served the country with exceptional courage and diligence. As the first Chief of Defence Staff he had prepared plans for jointness of our Armed Forces.
— Rajnath Singh (@rajnathsingh) December 8, 2021
My heart goes out to the families of those who lost their loved ones in this accident. Praying for the speedy recovery of Gp Capt Varun Singh, who is currently under treatment at the Military Hospital, Wellington.
— Rajnath Singh (@rajnathsingh) December 8, 2021
ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે આપણે સીડીએસ જનરલ બિપિન રાવતને એક દુર્ઘટનામાં ગુમાવ્યા છે. આ દેશ માટે ખૂબ મુશ્કેલ દિવસ છે. તેઓ હિંમતવાન સોલ્જર હતા. જેમણે પોતાની માતૃભૂમિની સેવા પરમ ભક્તિથી કરી હતી. તેમના યોગદાનને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં.
I also express my deepest condolences on the sad demise of Mrs Madhulika Rawat and 11 other Armed Forces personnel. My thoughts are with the bereaved families. May God give them the strength to bear this tragic loss.
— Amit Shah (@AmitShah) December 8, 2021
Praying for the speedy recovery of Gp Capt Varun Singh.
A very sad day for the nation as we have lost our CDS, General Bipin Rawat Ji in a very tragic accident. He was one of the bravest soldiers, who has served the motherland with utmost devotion. His exemplary contributions & commitment cannot be put into words. I am deeply pained.
— Amit Shah (@AmitShah) December 8, 2021
કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું કે હું જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ એક અભૂતપૂર્વ ત્રાસદી છે અને આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે. બાકી અન્ય લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પ્રત્યે દિલથી સંવેદનાઓ વ્યક્ત કરું છું.
I extend my condolences to the family of Gen Bipin Rawat and his wife.
— Rahul Gandhi (@RahulGandhi) December 8, 2021
This is an unprecedented tragedy and our thoughts are with their family in this difficult time.
Heartfelt condolences also to all others who lost their lives.
India stands united in this grief.