શોધખોળ કરો
Advertisement
કોરોના બાદ હવે દેશમાં બર્ડ ફ્લુનો કહેર, આ એકજ રાજ્યમાં ચાર લાખથી વધારે પક્ષીઓના મોત
મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં પણ મોટી માત્રામાં કાગડાઓના મૃત્યુ થયાના અહેવાલ મળ્યા છે.
હરિયાણામાં બર્ડ ફ્લુનો કહેર આખા દેશમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે. હરિયાણામાં છેલ્લા દસ દિવસમાં ચાર લાખથી વધુ પક્ષીઓના મૃત્યુ નિપજ્યા છે. વનવિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં કેરળમાં 20 હજાર બતકના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં છેલ્લા 15 દિવસમાં 3400 પક્ષીઓના મોત થયા છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં પણ મોટી માત્રામાં કાગડાઓના મૃત્યુ થયાના અહેવાલ મળ્યા છે. હિમાચલ પ્રદેશ, કેરળ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લુને લીધે 25 હજારથી વધુ પક્ષીઓના મૃત્યુ થતા કેંદ્ર સરકારે રાજ્યોને એલર્ટ જાહેર કર્યુ છે. કેંદ્ર સરકારે રાજ્યોને વન અને જળાશયોમાં પક્ષીઓના આરોગ્ય પર નજર રાખવાના પણ નિર્દેશ જાહેર કર્યા છે.
ગુજરાત સરકાર પણ બર્ડ ફ્લુને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે. જેના ભાગરૂપે ગાંધીનગરમાં એપેડેમિક સેલની તાત્કાલિક બેઠક મળી હતી. કેંદ્ર સરકારની સૂચના પગલે ગુજરાત સરકાર સતર્ક બની છે.
એપેડેમિક સેલની બેઠકમાં બર્ડ ફ્લુ વધે તો શુ શુ કરવુ તેની ચર્ચા થઈ હતી. આજે રાજ્યના તમામ કલેક્ટર અને ડીડીઓને વીડિયો કોંફ્રેસથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. તો રાજકોટ, વાંકાનેર, ધોરાજી સહિતના રાજ્યા મરઘા ઉછેર કેંદ્રો,ક લિંગનું કામ કરનારાઓને ટેમીફ્લુ અપાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement