શોધખોળ કરો
Advertisement
દિલ્લી બાદ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં બર્ડ ફ્લૂનો પગ પેસારો, 9 રાજ્યોમાં બર્ડ ફ્લૂની દસ્તક
કોરોનાના સામેની જંગ હજું ચાલી રહી છે ત્યાં દેશમાં બર્ડ ફ્લૂએ માથું ઉચક્યું છે. દેશના 9 રાજ્યોમાં બર્ડ ફ્લૂએ પગ પેસારો કર્યો છે. દિલ્લી બાદ હવે મહારાષ્ટ્રમાં પણ બૂર્ડ ફ્લૂનો કેર વધી રહ્યો છે.
દિલ્લી:કોરોનાએ વિદાય નથી લીધી ત્યાં બર્ડ ફ્લૂનું સંકટ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં દેશના 9 રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઇ છે. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્લી, રાજસ્થાન, કેરળ, ગુજરાતમાં બર્ડ ફ્લૂના મામલા સામે આવ્યાં છે,.
દિલ્લીમાં બર્ડ ફ્લૂની પુષ્ટી થઇ છે. એનિમલ હેસબેડરી વિભાગે આપેલી જાણકારી મુજબ જાલંધરમાં મોકલાયેલા 8 સેમ્પલ પોઝિટિવ આવ્યાં છે.
રાજસ્થાનમાં બર્ડ ફ્લૂનો કેર
2ડ ડિસેમ્બરે પહેલી વખત રાજસ્થાનથી પક્ષીઓના મોતના સમાચાર આવ્યાં હતા. હાલ રાજસ્થાનના 11 જિલ્લા બર્ડ ફ્લૂની ઝપેટમાં છે. અહીં અત્યાર સુધીમાં 70 પક્ષીઓના મોત થયા છે. રાજસ્થાનના સવાઇ, માધોપુર, પાલી, ડોસા, જેસલમેરમાં પક્ષીમાં એચ-5 સ્ટ્રેન જોવા મળ્યો છે. બર્ડ ફ્લૂની પુષ્ટી થતાં વન વિભાગ એલર્ટ થઇ ગયું છે.
મધ્ય પ્રદેશમાં 9 જિલ્લા બર્ડ ફ્લૂની ઝપેટમાં
મધ્યપ્રદેશના નીમચ મંદસોરમાં બર્ડફ્લૂ વાયરસની પુષ્ટી થઇ છે. બર્ડ ફ્લૂના પગલે ઇન્દોર પોલ્ટ્રી ફાર્મમાં 450 મરધીઓને મારવામાં આવી છે. અત્યાર સુધીમાં મધ્યપ્રદેશના 9 જિલ્લામાં બર્ડ ફ્લૂનો કેર જોવા મળી રહ્યો છે. જેમાં નીમચ, મંદસૌર, આગર, માલવા, દેવાસ, ઉજ્જૈન, ખંડવા, ખરગૌન અન ગુના જિલ્લો સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion