Manipur : મણિપુરના નવા મુખ્યપ્રધાન અંગે મોટા સમાચાર, જાણો કોણ બનશે મુખ્યપ્રધાન
Manipur New CM: બીજેપી ધારાસભ્ય દળની બેઠકમાં એન બિરેન સિંહને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હવે સતત બીજી વખત બિરેન સિંહ મણિપુરના મુખ્યમંત્રી બનશે.
Manipur : મણિપુરમાં બીજેપી ધારાસભ્ય દળની બેઠકમાં એન બિરેન સિંહ (N Biren Singh)ને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હવે તેઓ સતત બીજી વખત મણિપુર (Manipur) ના મુખ્યમંત્રી (Manipur New CM)તરીકે શપથ લેશે. કેન્દ્રીય નિરીક્ષક નિર્મલા સીતારમણ અને સહ-નિરીક્ષક કિરેન રિજિજુ ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં હાજર હતા.
બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તમામની સહમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુનિશ્ચિત કરશે કે મણિપુરમાં સ્થિર અને જવાબદાર સરકાર છે. આજે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારનું પૂર્વોત્તર રાજ્યો પર વિશેષ ધ્યાન છે.
Manipur's acting CM N Biren Singh unanimously elected as the Chief Minister of the State in the Manipur BJP legislature party meeting, in Imphal today. pic.twitter.com/KU57xu5nW6
— ANI (@ANI) March 20, 2022
અગાઉ સૂત્રોએ જણાવ્યું હતું કે એન બિરેન સિંહ (N Biren Singh)ની સાથે ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય ટી. બિશ્વજીત સિંહ પણ મુખ્યમંત્રીની રેસમાં છે. બંને નેતાઓ શનિવારે અલગ-અલગ ફ્લાઈટમાં દિલ્હી આવ્યા હતા. અહીં તેઓ ટોચના નેતૃત્વને મળ્યા હતા. બંને નેતાઓ આજે ઇમ્ફાલ પરત ફર્યા હતા.
અગાઉ, બિરેન સિંહ, ટી. બિસ્વજીત અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ એ. શારદા દેવી 15 માર્ચે દિલ્હી આવ્યા હતા અને ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ પાર્ટીની અંદર "જૂથવાદ" ના અહેવાલો વચ્ચે 17 માર્ચે ઇમ્ફાલ પરત ફર્યા હતા.
60 સભ્યોની મણિપુર વિધાનસભામાં ભાજપે 32 બેઠકો જીતીને સત્તામાં વાપસી કરી. કોંગ્રેસની 28ની સરખામણીમાં માત્ર 21 બેઠકો હોવા છતાં ભાજપ બે સ્થાનિક પક્ષો - NPP અને NPF - સાથે હાથ મિલાવીને 2017માં સરકાર બનાવવામાં સફળ રહી હતી. જો કે આ વખતે ભાજપે એકલા હાથે ચૂંટણી લડી અને બહુમતી મેળવવામાં સફળ રહી.