(Source: ECI/ABP News/ABP Majha)
Lok Sabha Elections 2024: ભાજપે 111 ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી, કંગના રનૌત આ બેઠક પર લડશે ચૂંટણી
Lok Sabha Elections 2024: ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 111 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને પણ ટિકિટ આપવામાં આવી છે. તે મંડીથી ચૂંટણી લડશે.
Lok Sabha Elections 2024: ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 111 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને પણ ટિકિટ આપવામાં આવી છે. તે મંડીથી ચૂંટણી લડશે.
BJP releases 5th list of candidates for the upcoming Lok Sabha elections.
— ANI (@ANI) March 24, 2024
Nityanand Rai to contest from Ujiarpur.
Giriraj Singh from Begusarai.
Ravi Shankar Prasad from Patna Sahib.
Kangana Ranaut from Mandi.
Naveen Jindal from Kurukshetra.
Sita Soren from Dumka.
Jagadish… pic.twitter.com/xQOR2BDpA0
ભાજપે આજે જ પાર્ટીમાં સામેલ થયેલા નવીન જિંદાલને કુરુક્ષેત્રથી ટિકિટ આપી છે. પટના સાહિબથી રવિશંકર પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બેગુસરાયથી ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે રવિવારે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. આ વખતે આ યાદીમાં સૌથી મોટું નામ જે ઉમેદવાર તરીકે ઉભરી આવ્યું છે તે ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતનું છે. પાર્ટીએ તેમને હિમાચલ પ્રદેશની મંડીથી લોકસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.આ સિવાય રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ પણ ચૂંટણી લડશે.પાર્ટીએ તેમને મેરઠ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. આ યાદીમાં જે મોટા ઉમેદવારનું કાર્ડ કપાયું છે તે વરુણ ગાંધી છે, જેમની ટિકિટ આ વખતે પીલીભીતથી કપાઈ છે.
BJP releases 5th list of candidates for the upcoming Lok Sabha elections.
— ANI (@ANI) March 24, 2024
Jitin Prasada from Pilibhit.
Maneka Gandhi from Sultanpur.
Raju Bista from Darjeeling.
Justice Abhijit Gangopadhyay from Tamluk.
Dilip Ghosh from Bardhaman-Durgapur pic.twitter.com/AaD7d9KL0V
ભાજપે રાજમુંદરીથી ડી પુંડેશ્વરીને, મુઝફ્ફરપુરથી રાજ ભૂષણ નિષાદ અને પાટલીપુત્રથી રામ કૃપાલ યાદવને ટિકિટ આપી છે. બક્સરથી કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેની ટિકિટ રદ કરવામાં આવી છે. મિથિલેશ તિવારીને બક્સરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. છેદી પાસવાનને પણ સાસારામથી ટિકિટ આપવામાં આવી નથી, તેમના સ્થાને શિવેશ રામ ઉમેદવાર હશે. મુઝફ્ફરપુરથી અજય નિષાદની ટિકિટ કેન્સલ કરવામાં આવી છે.
BJP releases 5th list of candidates for the upcoming Lok Sabha elections.
— ANI (@ANI) March 24, 2024
Actor Arun Govil to contest from Meerut
(file pic) pic.twitter.com/gzZDZ0AF03
નવાદાથી વિવેક ઠાકુરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સીટ એલજેપીના ખાતામાં હતી. આ સિવાય અન્ય તમામ જૂના ચહેરાઓને રિપીટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે બીજેપી બિહારમાં 17 લોકસભા સીટો પર ચૂંટણી લડશે અને આ તમામ સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.