(Source: ECI/ABP News/ABP Majha)
UP Election Result: BJP ઉમેદવાર સુનીલ શર્માએ અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી, આટલા લાખ મતોથી સપાના ઉમેદવારને હરાવ્યો
પંકજ સિંહે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુનીલ ચૌધરીને હરાવીને બમ્પર જીત મેળવી છે
UP Election Result 2022: ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો લગભગ જાહેર થઇ ગયા છે. ભાજપ પાંચમાંથી ચાર રાજ્યોમાં સરકાર બનાવશે તે લગભગ નક્કી છે. બીજી તરફ યુપી ચૂંટણીમાં ગાઝિયાબાદની સાહિબાબાદ વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સુનિલ કુમાર શર્માએ રેકોર્ડબ્રેક જીત મેળવી છે. સુનીલ શર્માએ સમાજવાદી પાર્ટીના અમરપાલ શર્માને 2,14,835 મતોથી હરાવ્યા છે. આ અત્યાર સુધીની સૌથી મોટી જીત ગણાય છે. આ સિવાય નોઈડાથી ભાજપના ઉમેદવાર પકંજ સિંહ એક લાખ 79 હજારથી વધુ મતોથી જીત્યા હતા.
લાખો મત મળ્યા
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની સાહિબાબાદ વિધાનસાબા સીટ પર ભાજપના સુનિલ કુમાર શર્માને કુલ 3,22,882 વોટ મળ્યા છે. તેમને વિધાનસભામાં કુલ મતોના 67 ટકા મત મળ્યા હતા. બીજી તરફ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અમરપાલ શર્મા બીજા નંબર પર હતા. તેમને કુલ 1,08,047 વોટ મળ્યા છે. જ્યારે ત્રીજા નંબરે સાહિબાબાદ બેઠક પરથી બહુજન સમાજ પાર્ટીના અજીત કુમાર પાલને 24,021 મત મળ્યા છે.
પંકજ સિંહને પણ બમ્પર જીત મળી હતી
આ સિવાય યુપીની ગૌતમ બુદ્ધ નગર સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પંકજ સિંહે પણ જંગી જીત મેળવી હતી. પંકજને નોઈડા સીટ પરથી એક લાખ 79 હજારથી વધુ વોટ મળ્યા છે. આ અત્યાર સુધીના સૌથી વધુ મતોની બીજા નંબરની જીત હતી. આ પહેલા અજિત પવાર 65 હજાર મતોથી ચૂંટણી જીત્યા હતા.
આ ઉમેદવારોને હરાવ્યા
પંકજ સિંહે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુનીલ ચૌધરીને હરાવીને બમ્પર જીત મેળવી છે. કૃપારામ શર્મા નોઈડા બેઠક પરથી બસપા તરફથી ચૂંટણી મેદાનમાં હતા, જ્યારે પંખુરી પાઠક કોંગ્રેસ તરફથી ઉમેદવાર હતા. વિધાનસભાની ચૂંટણી દરમિયાન પંખુરી પાઠકનું નામ ચર્ચામાં આવ્યું હતું. પ્રિયંકા ગાંધી પણ તેમના પ્રચાર માટે પહોંચ્યા હતા