શોધખોળ કરો

Punjab BJP Candidates List 2022: ભાજપે પંજાબમાં ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ

ભાજપે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં 34 ઉમેદવારોના નામ સામેલ છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘે કહ્યું કે અમે 34 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી રહ્યા છીએ.

Punjab Assembly Election 2022: ભાજપે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં 34 ઉમેદવારોના નામ સામેલ છે. પંજાબ ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘે કહ્યું કે અમે 34 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી રહ્યા છીએ. જેમાં ખેડૂત પરિવારોના 12 ઉમેદવારો, અનુસૂચિત જાતિ સમુદાયના 8 લોકોને અને 13 શીખોને ટિકિટ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ યાદીમાં ડોક્ટર્સ, વકીલો, ખેલાડીઓ, ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને પૂર્વ IASનો સમાવેશ થાય છે.

દુષ્યંત ગૌતમે આ દરમિયાન કહ્યું કે ભાજપ ચૂંટણી પંચનો આભાર માનવા માંગે છે કે પંજાબના રવિદાસિયા સમુદાયને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખ 14 ફેબ્રુઆરીથી લંબાવીને 20 ફેબ્રુઆરી કરવામાં આવી છે. બીજી તરફ દુષ્યંત ગૌતમે પંજાબ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે પંજાબના લોકો ગેરવહીવટથી પીડિત છે. પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી નશાની સમસ્યા,  ભ્રષ્ટાચાર અને બીજી ઘણી સમસ્યાઓ આવી રહી છે, કમનસીબે આજે પણ તે સમસ્યાઓ એવી જ છે. અગાઉની સરકારમાં પંજાબમાં કોઈ પ્રગતિ થઈ નથી.

તેમણે કહ્યું કે પંજાબમાં કોંગ્રેસના વર્તમાન મુખ્યમંત્રી ભ્રષ્ટાચારમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે, તેમની જ વિધાનસભામાં ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે. આનાથી સાબિત થઈ રહ્યું છે કે તેના રાજ્યના રેતી માફિયાઓ સાથે નજીકના સંબંધો છે. પંજાબની રાજ્ય સરકારે દેશના વડાપ્રધાન પદની ગરિમાનું પણ ધ્યાન ન રાખ્યું. 5 જાન્યુઆરીએ ફિરોઝપુરમાં બનેલી ઘટના દર્શાવે છે કે આ માટે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા મહત્વની નથી.

આ દરમિયાન હરદીપ પુરીએ કહ્યું કે પંજાબ માત્ર એક સંવેદનશીલ સરહદી રાજ્ય નથી, પરંતુ તેનું  ઘણું યોગદાન છે, સશસ્ત્ર દળોને જુઓ, દેશના ખેડૂતો અન્નદાતા છે, આપણે ગર્વથી કહી શકીએ કે પંજાબ દેશનું ગૌરવ છે, પરંતુ આજે ત્યાં શું સ્થિતિ છે. કેન્દ્રની યોજનાઓ યુપીમાં લાગુ કરવામાં આવી, પરંતુ પંજાબમાં નહીં.

ભાજપની પ્રથમ યાદીના ઉમેદવારો

સુજાનપુર - દિનેશ સિંહ બબ્બુ (ડેપ્યુટી સ્પીકર)
દીનાનગર - શ્રીમતી રેણુ કશ્યપ
હરગોબિંદપુર - બલજિન્દર સિંહ ડાકોહ
અમૃતસર ઉત્તર - સરદાર સુખવિંદર સિંહ પિન્ટુ
તરનતારન - નવરીત સિંહ લવલી
કપૂરથલા - રણજીત સિંહ ખોજેવાલા
જાલંધર સેન્ટ્રલ - મનોરંજન કાલિયા
જાલંધર ઉત્તર - કૃષ્ણદેવ ભંડારી
મુકેરીયા - જંગલીલાલ મહાજન
દસુહા - રઘુનાથ રાણા
ચબ્બેવાલ - ડૉ.દિલભાગ રાય
ગઢશંકર - નમિષા મહેતા
ફતેહગઢ સાહિબ - દિદાર સિંહ ભાટી
અમલોક - કંવર વીર સિંહ તોહરા
ખન્ના - ગુરપ્રીત સિંહ
લુધિયાણા સેન્ટ્રલ - ગુરુદેવ શર્મા
લુધિયાણા પશ્ચિમ - વિક્રમ સિંહ સિદ્ધુ
ગિલ - એસ આર લધર
જાગરો - કંવર નરેન્દ્ર સિંહ
ફિરોઝપુર શહેર - રાણા ગુરમીત સિંહ સોઢી
જલાલાબાદ - પુરણચંદ
ફાઝિલ્કા - સુરજીત કુમાર ગિયાની
અબોહર - અરુણ નારંગ
મુક્તસર - રાજેશ બડેલા
ફરીદકોટ - ગૌરવ કક્કર
ભુચોમંડી - રૂપિન્દર સિંહ સિદ્ધુ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
PM Kisan 22nd Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 22મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ
PM Kisan 22nd Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 22મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Embed widget