શોધખોળ કરો
Advertisement
ભાજપના આ નેતાએ PM મોદી, અમિત શાહને કહ્યા ‘ગુજરાતી ઠગ’, BJPએ પાર્ટીમાંથી......
નવી દિલ્હીઃ ભાજપે સોમવારે પોતાના એક સીનિયર નેતાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પાર્ટીના પૂર્વ પ્રવક્તા આઈપી સિંહે ટ્વીટ કરી કહ્યું હતું કે, ‘બે ગુજરાતી ઠગ હિન્દી બેલ્ટ અને હિન્દી બોલનારાઓ પર કબ્જો કરીને પાંચ વર્ષથી મુર્ખ બનાવી રહ્યા છે.’ આઈપી સિંહે એ પણ કહ્યું હતું, ‘આપણે ‘પ્રધાનમંત્રી’ પસંદ કર્યા હતા કે ‘પ્રચારમંત્રી’?. પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી દેશના પીએમ શું ટી શર્ટ અને ચાનો કપ વેચતા સારું લાગે છે?
દરમિયાન ભાજપે એક નિવેદનમાં જણાવાયું હતું કે, ‘ભાજપ પ્રદેશ પ્રમુખના નિર્દેશ સાથે આઈ. પી. સિંહને છ વર્ષ માટે પાર્ટીમાંથી હટાવી દેવાયા છે.’ ટ્વીટર હેન્ડલ પર પોતાના નામ આગળ ‘ઉસુલદાર’ લખનારા આઈ. પી. સિંહે ટ્વીટર પર ભાજપના નેતાઓ પર પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું, ‘હું સિદ્ધાંતવાદી ક્ષત્રિય પરિવારમાંથી છું. બે ગુજરાતી ઠગોએ હિન્દીભાષી લોકોને છેલ્લા પાંચ વર્ષથી મૂર્ખ બનાવ્યા છે, જ્યારે અમે મૌન રહ્યા હતા.’ તેમણે કહ્યું હતું, ‘આપણું યુપી ગુજરાત કરતાં છ ગણું મોટું છે અને ગુજરાતની ૧.૧૫ લાખ કરોડની અર્થવ્યવસ્થાની સામે યુપીની અર્થવ્યવસ્થા ૫ લાખ કરોડની છે. આવી સ્થિતિ હોય તો તેઓ ખાતા શું હશે અને વિકાસ શું કરતા હશે?’
અન્ય એક ટ્વીટમાં આઈ. પી. સિંહે લખ્યું હતું, ‘આપણે ‘પ્રધાનમંત્રી’ ચૂંટ્યા છે કે ‘પ્રચારમંત્રી’? શું દેશના વડાપ્રધાન ટી-શર્ટ અને ચાના કપ વેચતા દેખાય એ યોગ્ય છે?’ તેમણે કહ્યું હતું, ‘ભાજપ એવી પાર્ટી છે કે જેણે પોતાની વિચારધારાથી લોકોનાં હૃદયમાં સ્થાન મેળવ્યું છે. મિસ્ડ કોલ અને ટી-શર્ટ્સથી કાર્યકર્તાઓનું ‘ઉત્પાદન’ કરવું અશક્ય છે.’
સાથે સાથે તેમણે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની આઝમગઢથી ઉમેદવારી માટે પ્રશંસા પણ કરી હતી. એટલું જ નહીં, તેમણે અખિલેશને ચૂંટણી પ્રચાર કાર્યાલય તરીકે પોતાના ઘરનો ઉપયોગ કરવાની ઓફર પણ કરી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement