શોધખોળ કરો

BJP: ભાજપને મળ્યું 719 કરોડ રૂપિયાનું દાન, કોગ્રેસ સહિત ચાર પાર્ટીઓને કેટલું મળ્યું ડોનેશન?

આ માહિતી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરએ પોતાના રિપોર્ટમાં આપી છે.

આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેના દાનની રકમ જાહેર કરી છે. પાર્ટીને 2022-23 દરમિયાન 720 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આ દેશની ચાર મુખ્ય રાજકીય પાર્ટીઓ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, CPI-M અને નેશનલ પીપલ્સ પાર્ટીને મળેલા કુલ દાન કરતાં પાંચ ગણું છે. આ માહિતી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરએ પોતાના રિપોર્ટમાં આપી છે.

દેશની છઠ્ઠી રાષ્ટ્રીય પાર્ટી બહુજન સમાજ પાર્ટીને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 20,000 રૂપિયાથી વધુનું દાન મળ્યું નથી. પાર્ટી છેલ્લા 17 વર્ષથી સતત તેના દાનનો ખુલાસો કરી રહી છે. રજિસ્ટર્ડ રાજકીય પક્ષોએ 20,000 રૂપિયાથી વધુના દાન તરીકે મળેલી કોઈપણ રકમ જાહેર કરવી પડશે.

એકલા ભાજપને ચાર પક્ષોના કુલ દાન કરતાં પાંચ ગણું દાન મળ્યું

એડીઆરના રિપોર્ટ અનુસાર, ભાજપને 7,945 દાન મળ્યું છે જેની રકમ 719.08 કરોડ રૂપિયા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ 894 ડોનેશનમાં 79.92 કરોડ રૂપિયા મેળવવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) અને સીપીઆઈ (એમ) દ્વારા સમાન સમયગાળા દરમિયાન મળેલા કુલ દાન કરતાં ભાજપને મળેલું દાન પાંચ ગણું વધુ છે. ઉત્તર-પૂર્વમાં એનપીપી એકમાત્ર રાજકીય પક્ષ છે જેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો છે.

કયા રાજ્યમાંથી કેટલું દાન મળ્યું?

એડીઆરએ એ પણ જાહેર કર્યું કે રાષ્ટ્રીય પક્ષોને દિલ્હીમાંથી કુલ 276.202 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, ત્યારબાદ ગુજરાતમાંથી 160.509 કરોડ રૂપિયા અને મહારાષ્ટ્રમાંથી 96.273 કરોડ રૂપિયા મળ્યા હતા. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાષ્ટ્રીય પક્ષોના કુલ દાનમાં 91.701 કરોડ રૂપિયાનો વધારો થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2021-22 કરતાં 12.09 ટકા વધુ છે.

રિપોર્ટ અનુસાર, 2021-22 દરમિયાન, ભાજપને 614.626 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જે 2022-23માં વધીને 719.858 કરોડ રૂપિયા થઈ ગયું છે, જે પાછલા નાણાકીય વર્ષમાં મળેલા દાન કરતાં 17.12 ટકા વધુ છે. જો કે, નાણાકીય વર્ષ 2019-20ની તુલનામાં નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન પાર્ટીઓને મળેલા દાનમાં 41.49 ટકાનો ઘટાડો થયો છે.

કોંગ્રેસને મળેલા દાનમાં ઘટાડો

જ્યારે કોંગ્રેસ પાર્ટીને નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 95.459 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, તે 2022-23 દરમિયાન ઘટીને 79.9 કરોડ રૂપિયા થઈ ગયું છે. ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં, CPI(M)ને મળેલા દાનમાં 39.56 ટકા (રૂ. 3.978 કરોડ)નો ઘટાડો જોવા મળ્યો છે અને AAPને મળેલા દાનમાં 2.99 ટકા અથવા 1.143 કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget