શોધખોળ કરો
ભાજપ ‘મેકિંગ ઇન્ડિયા’માં જ્યારે કૉંગ્રેસ ‘બ્રેકિંગ ઇન્ડિયા’માં લાગી છે : અમિત શાહ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક નવી દિલ્હીમાં ચાલી રહી છે. શનિવારે કાર્યકારણીની બેઠકને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, ભાજપ મેકિંગ ઇન્ડિયામાં લાગી છે, જ્યારે કૉંગ્રેસ બ્રેકિંગ ઇન્ડિયામાં લાગી છે. તેની સાથે અમિત શાહે કાર્યકર્તાઓને મોદી સરકારની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોંચાડવાની અપીલ કરી. અમિત શાહે કહ્યું કે, યુવાઓ, મહિલાઓ અને ખેડૂતો માટે મોદી સરકારે અનેક યોજનાઓ લોન્ચ કરી છે, જે જનતા સુધી પહોંચાડવી જરૂરી છે. ખેડૂતોની પાક વીમા યોજના, ગરીબો માટે આયુષ્માન યોજના છે. આ યોજનાઓ વિશે ગામથી લઈને શહેર સુધી લોકોને જાણકારી આપવાની છે. અમિત શાહે કૉંગ્રેસ નેતા પી ચિદંમ્બરમ પર નિશાન સાધતા કહ્યું કે, ચિદંમ્બરમ એન્ડ કંપનીને કાર્યકર્તાઓ દ્વારા પડકાર આપવો જોઈએ કે તેઓ ફેક્ટના આધાર પર ઇકોનોમી, જીડીપી અને જીએસટી વિષે ર્ચચા કરે. અમિત શાહે એનઆરસીને લઈને કહ્યું કે, અમે એક પણ ઘુસણખોરોને આપણા દેશમાં નહીં આવવા દઈએ. જો કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનથી જો કોઈ સિખ-હિદુ-બૌધ અને ખ્રિસ્તી ભારત પાસે મદદ માંગશે તો તેને શરણ આપવા તૈયાર છે.
વધુ વાંચો





















