શોધખોળ કરો
Advertisement
'ગોલી મારો...' વાળા નિવેદનને લઈને મીડિયા પર ભડક્યા અનુરાગ ઠાકુર
ભાજપ નેતા અને નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર તરફથી દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન લોકો પાસે લગાવેલ વિવાદીત નારો તેમના માટે મુશ્કેલીઓ પેદા કરી રહ્યો છે.
નવી દિલ્હી: ભાજપ નેતા અને નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર તરફથી દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન લોકો પાસે લગાવેલ વિવાદીત નારો તેમના માટે મુશ્કેલીઓ પેદા કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા દિલ્હી હાઈકોર્ટે અનુરાગ ઠાકુર સહિત ઘણા આ પ્રકારના ભડકાઉ નિવેદન આપનારા નેતાઓ સામે ફરિયાદની વાત કરી છે.
આજે અનુરાગ ઠાકુરને જ્યારે તેમના નિવેદન વિશે પુછવામાં આવ્યું તો તેમણે પત્રકારો પર જ ખોટુ બોલવાનો આરોપ લાગવી દિધો હતો. આ નિવેદન પર કહ્યું આ મામલો કોર્ટમાં છે એટલે કંઈ બોલશે નહી.
અનુરાગ ઠાકુરે કહ્યું, 'શું કહ્યું મે? (રિપોર્ટર ગોલી મારો...) તમે લોકો ખોટુ બોલી રહ્યા છો. પહેલા પોતાની જાણકારીમાં સુધારો લાવો. આ મુદ્દો કોર્ટમાં છે એટલે હુ વધારે નથી બોલી રહ્યો. એટલે તમે તમારી જાણકારીમાં સુધારો લાવો. તમને પુરી જાણકારી હોવી જોઈએ. અધૂરી જાણકારી કોઈને માટે પણ ઘાતક છે.'
જ્યારે અનુરાગ ઠાકુરને ભાજપના નેતાઓ તરફથી ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા નિવેદનો અને દિલ્હીમાં થયેલા દંગા વિશે પુછવામાં આવ્યું તો કેંદ્રીય મંત્રીએ કહ્યું, જે લોકો દિલ્હીમાં થયેલા દંગામાં સામેલ છે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આપણા દેશની તાકાત અલગ-અલગ ધર્મોના લોકોને એક સાથે રહેવાના અને રાષ્ટ્રનિર્માણમાં સામૂહિક યોગદાન આપવાનું છે. સાંપ્રદાયિક દંગા વિશે તેમણે કહ્યું પોલીસ પોતાનું કામ કરી રહી છે.#WATCH Minister of State for Finance, Anurag Thakur, when reporters say he raised 'desh ke ghaddaron ko...' slogan during Delhi elections: You are lying. You people should first enhance your knowledge. Half knowledge is dangerous.Matter is sub judice so I'm not commenting further pic.twitter.com/tWPxnRuIVp
— ANI (@ANI) March 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
આરોગ્ય
રાજકોટ
Advertisement