શોધખોળ કરો
MP: મોદી આર્મી બ્રિગેડ ચલાવનાર ટીનૂ જૈનની સેક્સ રેકેટના આરોપમાં ધરપકડ

ગ્વાલિયર: મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં નરેંદ્ર મોદી આર્મી બ્રિગેડ ચલાવનાર ટીનૂ જૈનને સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ટીનૂ જૈનની ઘણા બીજેપી નેતાઓ સુધી પહોંચ હતી. ટીનૂ જૈન પીએમ મોદી અને બીજેપીના ઘણા મોટા નેતાઓ સાથે ફોટોમાં દેખાઈ ચૂક્યો છે. આ વ્યક્તિ નરેંદ્ર મોદીના નામ પર આર્મી બિગ્રેડ ચલાવે છે. આ ટીનૂ જૈનને ગ્વાલિયર પોલીસે સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરી છે. જે સમયે પોલીસે ડીબી સિટી ટૉઉનશિપના સલૂન અને સ્પા સેંટર સ્ટૂડિયો 11માં દરોડા પાડ્યા તે સમયે ટીનૂ જૈન પોતે આપત્તિજનક હાલતમાં પકડાયા હતા. ટીનૂ જોશી બીજેપી નેતાઓની સાથે પોતાનો ફોટો દેખાડીને પોતાનો રૂઆબ બતાવતો હતો. લગભગ એક વર્ષથી તેનો સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું. ટીનૂ જૈનની ધરપકડ પછી બેજપી નેતાઓએ ટીનૂ જૈનને બચાવી દીધો છે. બેજપી નેતાઓ કહી રહ્યા છે કે તે એવા વ્યક્તિને જાણતા જ નથી. પોલીસે પાડેલા દરોડામાં ઘણી યુવતીઓની પણ ધરપકડ કરી છે. યુવતીઓએ પોતાના નિવેદનોમાં કહ્યું છે કે સેક્સ રેકેટમાં કામ કરવા માટે ટીનૂ જૈને જ દબાણ બનાવ્યું હતું.
વધુ વાંચો




















