શોધખોળ કરો
Advertisement
ભાજપના MLAએ ટ્રેનમાં કરી છોકરીની છેડતી, બાથરૂમમાં ખેંચી હવસ સંતોષવાની કરી કોશિશ
સિવાનઃ બિહારના સિવાનથી ભાજપના ધારાસભ્ય ટુન્નાજી પાંડે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટુન્નાજી પર ટ્રેનમાં યુવતીની છેડતી કરવાનો આરોપ છે. રિપોર્ટ પ્રમાણે, ટુન્નાજી પૂર્વાચલ એક્સપ્રેસમાં સફર કરી રહ્યા હતા તે દરમિયાન તેમની બાજુની સીટ પર સૂઇ રહેલી યુવતીની છેડતી કરી હતી. યુવતી તેના પિતા સાથે ઉત્તરપ્રદેશના ગોરખપુર જઇ રહી હતી. ઘટના બાદ ટુન્નાજીને હાજીપુર રેલવે સ્ટેશન પર ઉતારી દેવાયા હતા અને તેમની ધરપકડ કરી હતી.
બીજેપીના નેતા સુશીલ કુમાર મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, બીજેપીએ ટુન્નાજી પાંડેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. આ મામલે જીઆરપી ચીફ સંજય ઠાકુરે જણાવ્યું હતું કે, ટુન્નાજીએ યુવતીને બાથરૂમમાં લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ટુન્નાજીએ પોતાના પર લાગેલા આરોપોનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે, ‘હું ફક્ત મારા ફોનનું ચાર્જર કાઢી રહ્યો હતો, મને જાણ પણ નહોતી કે સીટ પર યુવતી કે પુરુષ સૂઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ફક્ત એક જ સપ્તાહમાં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવા ટુન્નાજી પાંડે બીજા બીજેપી નેતા બન્યા છે. આ અગાઉ ઉત્તરપ્રદેશના પાર્ટી ઉપાધ્યક્ષ દયાશંકર સિંહને 20 જૂલાઇના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. દયાશંકરે ચાર વખત ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી બનેલા માયાવતીની તુલના વેશ્યા સાથે કરી વિવાદ પેદા કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement