અમિત શાહનો બીજો કોરોના રીપોર્ટ શું આવ્યો ? મનોજ તિવારીએ ટ્વિટ કરીને શું કહ્યું ?
ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે દેશના ગૃહ મંત્રી અમિત શાહ પણ કોરોનાના ભરડામાં આવી ગયા હતા.
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કોરોનાના ભરડામાંથી મુક્ત થયા છે. શનિવારે અમિત શાહે કોરોનાનો રીપોર્ટ કરાવ્યો હતો કે જે નેગેટિવ આવ્યો હતો. શાહ હવે કોરોનામુક્ત થઈ ગયા છે. અમિત શાહ એક અઠવાડિયાની સારવાર બાદ કોરોનામુક્ત થયા છે. દિલ્લી ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને સાંસદ મનોજ તિવારીએ ટ્વિટ કરીને આ માહિતી આપી છે.
ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે દેશના ગૃહ મંત્રી અમિત શાહ પણ કોરોનાના ભરડામાં આવી ગયા હતા. અમિત શાહે 2 ઓગસ્ટે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, તેમને કોરોનાનાં શરૂઆતનાં લક્ષણો દેખાતાં તેમમે પોતાનો તેકોરોના ટેસ્ટ કરાવ્યો છે જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમિત શાહે ટ્વિટર ઉપર તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું માહિતી આપી હતી. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં શાહ અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજર નહોતા રહ્યા.
તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતના લક્ષણો જોવા મળતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ આઇસોલેટ થવા અને પોતાનો કોરોના રિપોર્ટ કરાવવા ભલામણ કરી હતી.
દેશમાં કોરોના વાયરસનો રોગચાળો ફેલાયો પછી દિલ્હીમાં તેના કેસ વધ્યા ત્યારે અમિત શાહ મોનેટરિંગ કરી રહ્યા હતા. પાટનગર દિલ્હી ખાતે તેઓ જાતે નિરિક્ષણ કરી રહ્યા હતા. તેઓ ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરીને કોવિડ-19ની દરેક પળની અપડેટ લેતા હતા.