શોધખોળ કરો

Election Results 2026: પશ્ચિમ બંગાળમાં જ્યાં PM મોદીએ ખાધી હતી ઝાલમુડી ત્યાં કેવી છે BJP ની સ્થિતિ?

West Bengal Election Result 2026: પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે મતોની ગણતરી ચાલુ છે. ચૂંટણી પંચે રાજ્યમાં જે પહેલું વલણ આપ્યું છે, તે ઝારગ્રામ બેઠકનું છે, જ્યાં શરૂઆતના રાઉન્ડમાં ભાજપે સરસાઈ મેળવી લીધી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઝારગ્રામ બેઠક પર ભાજપના લક્ષ્મીકાંત સાવ આગળ.
  • પશ્ચિમ બંગાળમાં 293 બેઠકો પર મતગણતરી ચાલુ.
  • ફાલ્ટા બેઠક પર ગેરરીતિઓ, 21 મેના રોજ ફરી મતદાન.

West Bengal Election Result 2026: પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે મતોની ગણતરી ચાલુ છે. ચૂંટણી પંચે રાજ્યમાં જે પહેલું વલણ આપ્યું છે, તે ઝારગ્રામ બેઠકનું છે, જ્યાં શરૂઆતના રાઉન્ડમાં ભાજપે સરસાઈ મેળવી લીધી છે. ઝારગ્રામ વિધાનસભા બેઠક પર જ ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ ઝાલમૂડી ખાધી હતી, જેનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે ટ્રેન્ડ થયો હતો.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ઝારગ્રામ વિધાનસભા બેઠક પર ભાજપના લક્ષ્મીકાંત સાવ આગળ ચાલી રહ્યા છે. જ્યારે TMC ના મોંગલ સરેન પાછળ ચાલી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 294 બેઠકો છે, પરંતુ મતગણતરી માત્ર 293 બેઠકો પર જ થઈ રહી છે.

ઝારગ્રામ બેઠક પર મુખ્ય ઉમેદવાર કોણ-કોણ છે?

ઝારગ્રામ વિધાનસભા બેઠક પર મુખ્ય ઉમેદવારોની વાત કરીએ તો અહીં ભાજપે લક્ષ્મીકાંત સાવને ટિકિટ આપી છે. આ સિવાય TMC એ મંગલ સરેન અને કોંગ્રેસે પ્રસેનજીત ડી ને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે અનેક અપક્ષ ઉમેદવારો પણ આ બેઠક પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

ઝારગ્રામ બેઠકનું ચૂંટણી પરિણામ 2021

ઝારગ્રામ વિધાનસભા મતવિસ્તાર ઝારગ્રામ જિલ્લાનો ભાગ છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, 2021 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ઝારગ્રામ મતવિસ્તારમાં 2,36,035 મતદારો હતા. આમાંથી 1,17,623 પુરુષ અને 1,18,401 મહિલા મતદારો હતા. 11 મતદારો ત્રીજી જાતિના હતા. મતવિસ્તારમાં 3,404 પોસ્ટલ બેલેટ પડ્યા હતા. 2021 માં ઝારગ્રામમાં સર્વિસ મતદારોની સંખ્યા 425 હતી. 2021 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં, TMC નેતા બીરબાહા હાંસદાએ 1,09,493 મત મેળવીને ભાજપના નેતા સુખામોય સતપથીને હરાવ્યા હતા, જેમને 71,253 મત મળ્યા હતા. 2021 માં, ઝારગ્રામ વિધાનસભા વિસ્તારમાં કુલ 2,02,206 માન્ય મતો પડ્યા હતા, જે 85.67 ટકા હતા.

ફાલ્ટા વિધાનસભા બેઠક પર ચૂંટણી રદ 

પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા બેઠક પર ચૂંટણી દરમિયાન ગેરરીતિઓને કારણે ચૂંટણી પંચે પોલિંગ રદ કરી દીધું છે. ત્યાં હવે 21 મે ના રોજ ફરીથી મતદાન થશે અને 23 મે ના રોજ મતોની ગણતરી થશે.

View this post on Instagram
 
A post shared by Narendra Modi (@narendramodi)

કેમ ચર્ચામાં છે ઝાલમુડી?

તાજેતરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં ઝાલમુડીનો સ્વાદ માણ્યો હતો. તેમણે ઇન્સ્ટાગ્રામ પર આ અનુભવનો એક વિડિયો પોસ્ટ કર્યો હતો. આ વિડિયો ઝડપથી પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. 19 એપ્રિલના રોજ પોસ્ટ કરાયેલ, આ અહેવાલ લખાય ત્યાં સુધીમાં આ વિડિયોને 109 મિલિયન વ્યૂઝ મળ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો, લાખો લોકોએ આ વિડિયો ફક્ત ઇન્સ્ટાગ્રામ પર જ જોયો છે. વધુમાં, લગભગ 6.7 મિલિયન લોકોએ આ વિડિયોને લાઈક કર્યો છે. તેવી જ રીતે તેને મોટી સંખ્યામાં કોમેન્ટ પણ મળી રહી છે.

આ પણ વાંચો... West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ

નોંધનિય છે કે,  ઝાલમૂડી એ પશ્ચિમ બંગાળનું લોકપ્રિય અને મસાલેદાર સ્ટ્રીટ ફૂડ છે, જે મમરા, સરસવનું તેલ, મસાલા, ડુંગળી અને વિવિધ ચટણીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પશ્ચિમ બંગાળમાં આ વાનગીનો સ્વાદ માણ્યા બાદ અને તેનો વિડિયો વાયરલ થયો હતો. ઝાલમૂડી બનાવતી વખતે દુકાનદારે pm મોદીને પૂછ્યું કે, તમે ડુંગળી ખાવ છો? જેના જવાબમાં પીએમ મોદીએ હળવાશથી કહ્યું કે, ડુંગળી ખાઉં છું મગજ નહિ. આ સાંભળીને બધા હસવા લાગ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Embed widget