શોધખોળ કરો
આંધ્ર પ્રદેશ: 60 સહેલાણીઓ ભરેલી બોટ નદીમાં ડૂબી, 4ના મોત
નદીમાં ડૂબેલા અન્ય લોકોની હાલ શોધખોળ માટે એનડીઆરએફ અને એસડીઆરએશની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે.
હૈદરાબાદ: આંધ્રપ્રદેશના ઈસ્ટ ગોદાવરી જિલ્લાના દેવીપટનમમાં ગોદાવરી નદીમાં રવિવારે મોટી દુર્ઘટના બની હતી. 60 સહેલાણીઓ ભરેલી બોટ ગોદાવરી નદીમાં ડૂબી હતી. જેમાં 23 લોકોએ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ચાર લોકોના મોત થયા છે. નદીમાં ડૂબેલા અન્ય લોકોની હાલ શોધખોળ માટે એનડીઆરએફ અને એસડીઆરએશની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે.
મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સરકારમાં મંત્રી અવંતી શ્રીનિવાસ સાથે જિલ્લામા હાજર મંત્રીઓને ઘટનાસ્થળે પહોંચવા અને રાહત કાર્ય પર ધ્યાન આપવા કહ્યું છે. મુખ્યમંત્રીએ ઈસ્ટ ગોદાવરી જિલ્લાના અધિકારીઓ સાથે વાતચીત કરી ઘટના અંગે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને રેસ્ક્યૂ ઓપરેશન યુદ્ધના ધોરણે કરવાના આદેશ આપ્યા છે.Andhra Pradesh: Four dead in the incident where a tourist boat carrying 61 people capsized in Godavari river in Devipatnam, East Godavari district today. Chief Minister Jagan Mohan Reddy has announced Rs 10 lakhs ex-gratia each to the families of the deceased. pic.twitter.com/HEbeUi4f9Z
— ANI (@ANI) September 15, 2019
મુખ્યમંત્રીએ રાહત કાર્યમાં હેલિકોપ્ટનો પણ ઉપયોગ કરવાનું કહ્યું છે. તેમણે બોટ પર તાત્કાલિક ધોરણે રોક લગાવી અને તમામ બોટ સંચાલકોના લાઈસેન્સ તપાસવાના આદેશ આપ્યા છે.Andhra Pradesh CM Jagan Mohan Reddy orders all available ministers in the district to supervise rescue works at site of incident where a tourist boat carrying 61 people capsized in East Godavari. He also directed officials to suspend all boating services in the region immediately https://t.co/AMwRc5sC5p pic.twitter.com/f5xYy9IjEh
— ANI (@ANI) September 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement