Mumbai : કોરોનાના કેસો આવતાં બોલીવૂડના કયા જાણીતા એક્ટરની બિલ્ડિંગ કરી દેવાઇ સીલ?
પૃથ્વી એપાર્ટમેન્ટ્સમાં 30 માળનું છે તથા 120 ફ્લેટ્સ છે. મુંબઈના ડી વોર્ડના આસિસ્ટન્ટ કમિશ્નર પ્રશાંત ગાયકવાડે આ વાતની પુષ્ટિ કરી છે. મુંબઈના ડી વોર્ડમાં આ બિલ્ડિંગ સહિત 10 જગ્યા સીલ કરાઈ છે.
મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર ખાતે આવેલું પૃથ્વી અપાર્ટમેન્ટ્સ સીલ કરી દેવાયું છે. બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીનું ઘર આ જ બિલ્ડિંગમાં છે. કોરોનાના વધતા કેસોને પગલે બિલ્ડિંગને સીલ કરી દેવાયું છે. કોઈ બિલ્ડિંગમાં કોરોનાના પાંચ કેસ આવે તો બિલ્ડિંગ સીલ કરી દેવાય છે. જોકે, સુનીલ શેટ્ટી તથા તેનો પરિવાર હાલ મુંબઈની બહાર છે
પૃથ્વી એપાર્ટમેન્ટ્સમાં 30 માળનું છે તથા 120 ફ્લેટ્સ છે. મુંબઈના ડી વોર્ડના આસિસ્ટન્ટ કમિશ્નર પ્રશાંત ગાયકવાડે આ વાતની પુષ્ટિ કરી છે. મુંબઈના ડી વોર્ડમાં આ બિલ્ડિંગ સહિત 10 જગ્યા સીલ કરાઈ છે, જેમાં માલાબાર હિલ્સ તથા પેડર રોડ પણ સામેલ છે.
સુનીલ શેટ્ટીના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું હતું કે એક્ટર અને તેનો પરિવાર હાલ મુંબઈ બહાર છે. આ બિલ્ડિંગમાં 25થી વધુ પરિવાર રહે છે. જેને પણ કોરોના થયો હતો, તેમને સીધા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે.અથિયા અને અહાન શેટ્ટી પણ છેલ્લાં ઘણાં સમયથી લંડનમાં છે.
ફિલ્મ 'ભુજ'નું ટ્રેલર રીલિઝ
‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મનું ટીઝર રીલિઝ થઇ ગયું છે. બોલિવૂડ એક્ટર અજય દેવગન અને નોરા ફતેહીએ ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’નું ટીઝર પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. ફિલ્મનું ટ્રેલર આવતીકાલે એટલે કે 12 જુલાઈના રોજ જોવા મળશે. ટીઝરમાં અજય દેવગણનો અવાજ સંભળાય છે. આ ફિલ્મનું પ્રીમિયર 13 ઓગસ્ટે સીધા ઓટીટી પ્લેટફોર્મ 'ડિઝની પ્લસ હોટસ્ટાર' પર થવાનું છે. ટીઝરમાં નોરા ફતેહી, સંજય દત્ત, સોનાક્ષી સિંહા અને અજય દેવગનની એક ઝલક જોવા મળી છે.
અજય દેવગને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ' આજ સુધીની સૌથી મોટી લડત લખીને આ ફિલ્મનું ટીઝર રીલિઝ કર્યું હતું. આ ફિલ્મ અભિષેક દુધૈયા દ્વારા દિગ્દર્શિત છે. ફિલ્મ એક સાચી ઘટના પર આધારિત છે. ફિલ્મની વાર્તા 1971 માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન બનેલી સત્ય ઘટના પર આધારિત છે. અજય ઇન્ડિયન એરફોર્સનાસ્ક્વોડ્રોન લીડર વિજય કર્ણિકની ભૂમિકામાં જોવા મળશે. વિજય કર્ણિક ભુજ એરપોર્ટ પર પોતાની ટીમ સાથે હાજર હતા. દરમિયાન પાકિસ્તાન તરફથી બોમ્બ ફેકવામાં આવ્યા હતા. તેમની ટીમે 300 સ્થાનિક મહિલાઓની મદદથી ભુજમાં નષ્ટ થયેલી ભારતીય વાયુ સેનાની હવાઈ પટ્ટીનું ફરીથી નિર્માણ કર્યું હતું.
ફિલ્મના ટીઝરમાં ફિલ્મની નાની ઝલક બતાવવામાં આવી છે. ટીઝર થોડા સમય પહેલા જ આવ્યું છે. એવામાં ખુબ ધમાલ મચાવી રહ્યું છે. લોકો પણ તેને શેર કરી રહ્યા છે. ટીઝરમાં ભયંકર યુદ્ધના થોડા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. આ પરથી અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ કેવી હશે. ટીઝરમાં નોરા ફતેહી, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા અને અજય દેવગનના થોડો લૂક બતાવવામાં આવ્યા છે.
વિજય કાર્નિક અને તેમની ટીમે 300 સ્થાનિક મહિલાઓની મદદથી ગુજરાતનાં ભુજમાં નષ્ટ થયેલી ભારતીય વાયુ સેના (Indian Air Force) ની હવાઈ પટ્ટીનું પુનઃ નિર્માણ કર્યું હતું. જે ઘટનાને 'પર્લ હાર્બર' (Pearl Harbour) તરીકે ઓળખવામાં આવે છે.