શોધખોળ કરો
Advertisement
હેંડપંપથી મચ્યો હાહાકાર, પાણીના બદલે લોહી, માંસ નીકળતા લોકો થયા ભયભીત
ગામમાં 100 જેટલા ઘરોની વચ્ચે પીવાના પાણી માટે એકમાત્ર હેંડપંપનો સહારો હતો. પરંતુ દિવાળી બાદથી તે હેંડપંપમાં પાણીની જગ્યાએ લોહી અને સડેલા માંસના ટૂકડા નિકળવા લાગ્યા છે. લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
ઉતરપ્રદેશ: હમીરપુર જિલ્લામાં એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સરકારી હેંડપંપમાંથી અચાનક પાણીની જગ્યાએ લોહી, માંસના ટૂકડા અને હાડકાઓ નીકળવા લાગ્યા છે. જેને લઈને ગામમાં ભારે કુતુહલતા સર્જાઈ હતી. લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
હમીરપુરના રાઠ તાલુકામાં જાખેડી ગામમાં 100 જેટલા ઘરોની વચ્ચે પીવાના પાણી માટે એકમાત્ર હેંડપંપનો સહારો હતો. પરંતુ દિવાળી બાદથી તે હેંડપંપમાં પાણીની જગ્યાએ લોહી અને સડેલા માંસના ટૂકડા નિકળવા લાગ્યા છે. પાણીની દુર્ગંધના કારણે લોકો પરેશાન છે. જેને લઈનો ત્યાનાં લોકો ભયભીત થઈ ગયા છે અને હેંડપંપની નજીક જવા પણ ડરે છે. આ ઘટનાને લઈને અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થવા લાગી છે. કોઈ કહે છે, ભૂતનો છાયો હોશે તો કોઈ હેડપંપને શાપિત માની રહ્યું છે.
જ્યારે ગ્રામીણોને આ અંગે જિલ્લા કલેક્ટરને જણાવ્યું તો તેમણે તપાસના આદેશ આપ્યા. હેંડપંપને ખોલ્યા બાદ કોઈ વિશેષ કારણ ન જણાતા તેને બંધ કરવામાં આવ્યો છે. એસડીએમે કહ્યું કે હેડપંપમાં કોઈ સાપ કે તેના જેવું કંઈક હશે જે સડીને બહાર નીકળી રહ્યું છે. જો કે ગ્રામીણો તેને માનવા તૈયાર નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion