(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના સામે લડવા જરૂરી છે મજબૂત ઈમ્યુનિટી, ઉનાળામાં આ ફળોનું સેવન કરીને બચો સંક્રમણથી
આ દરમિયાન કોરોનાથી બચવા મજબૂત ઈમ્યુનિટી હોવી જરૂરી છે. આ વખતે ઉનાળામાં ઈમ્યુનિટી વધારવા ડાયટમાં નીચે બતાવેલા ફળોને જરૂર સામેલ કરવા જોઈએ.
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે.દેશમાં કોરના વાયરસની બીજી લહેર ફરી વળી છે. છેલ્લા પાંચ-છ દિવસથી રોજના ત્રણ લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન કોરોનાથી બચવા મજબૂત ઈમ્યુનિટી હોવી જરૂરી છે. આ વખતે ઉનાળામાં ઈમ્યુનિટી વધારવા ડાયટમાં નીચે બતાવેલા ફળોને જરૂર સામેલ કરવા જોઈએ.
તરબૂચઃ તરબૂચ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. ગરમીમાં તે શરીરને પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત તેમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેના આ પોષક તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદગાર સાબિત થાય છે.
કેળાઃ કેળા ફાયબરથી ભરપૂર હોય છે. તે પાચન ક્રિયાને મજબૂત બનાવે છે. ઉપરાંત કેળાના સેવતી ઈમ્યુનિટી પણ વધારી શકાય છે.
અનાનસઃ અનાનસ ઈમ્યુનિટી વધારવાની સાથે હાડકાને પણ મજબૂત બનાવે છે. અનાનસમાં કોઈ જરૂરી ખનીજ કે વિટામિન મળે છે. તેમાં મેંગનીઝ પણ મળે છે, જે અન્ય ફળોમાં પણ હોય છે.
ખાટાફળઃ ઈમ્યુનિટી વધારવા ખાટા ફળને ડાયટમાં ખાસ સામેલ કરવા જોઈએ. ખાટા ફળમાં વિટામિન સી ભરપૂર હોય છે. તેનાથી ઈમ્યુનિટી વધારવામાં મદદ મળે છે. મોસંબી, સંતરા અને લીંબુને પણ ડાયટમાં સામેલ કરી શકાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )