Breaking News Live: બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાનું રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત, કહ્યું-ગરીબી હટાવવા સાથે મળીને લડીશું
Breaking News Live Updates 6th September' 2022: તમને આ લાઈવ બ્લોગમાં દેશ અને દુનિયાના દરેક મોટા સમાચારની પળેપળ અપડેટ વાંચવા મળશે.
LIVE
Background
Breaking News Live Updates 6th September' 2022: ભારતની ચાર દિવસીય મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના રોહિંગ્યા શરણાર્થીઓના મુદ્દે પીએમ મોદી પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે. તેમણે સોમવારે કહ્યું હતું કે, રોહિંગ્યા શરણાર્થીઓના મુદ્દે બાંગ્લાદેશને મદદ કરવા માટે ભારત ઘણું કરી શકે છે.
અમરેલીમાં વરસાદ
અમરેલીના જાફરાબાદના ટીંબીમા વરસાદ પડ્યો છે. બપોર બાદ અચાનક વરસાદી ઝાપટા વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હાલ વરસાદની જરૂરિયાત હતી તેવા સમયે ઝાપટાં પડતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.
બ્રિટિશ હાઈકમીશ્નરનું મોટું નિવેદન
#WATCH | Defence cooperation is part of the comprehensive strategic partnership, which we've agreed with India last year...Last week I myself was on board INS Vikrant. So there's a lot we can do.This is an area where the PM wants to see further progress: British High Commissioner pic.twitter.com/8CVkd3ksGI
— ANI (@ANI) September 6, 2022
મોદી - શેખ હસીનાનું સંયુક્ત નિવેદન
બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. જેમાં કહ્યું બંને દેશોએ ઘણા બાકી રહેલા મુદ્દાઓ ઉકેલ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે તિસ્તા જળ-વહેંચણી સંધિ સહિત તમામ બાકી મુદ્દાઓ વહેલી તારીખે પૂર્ણ થઈ જશેઃ
Seven MoUs signed between India, Bangladesh
— ANI Digital (@ani_digital) September 6, 2022
Read @ANI Story | https://t.co/yE20OL9wls#SheikhHasina #PMModi #BangladeshIndiaFriendship pic.twitter.com/C2pVjusu2x
ભારત-બાંગ્લાદેશ દ્વિપક્ષીય સંબંધો પડોશી મુત્સદ્દીગીરી માટે રોલ મોડેલ તરીકે ઓળખાય છેઃ શેખ હસીના
હું મોદીજીના દૂરંદેશી નેતૃત્વની પ્રશંસા કરું છું જે આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ વેગ આપવાનું ચાલુ રાખે છે. ભારત બાંગ્લાદેશનો સૌથી મહત્વપૂર્ણ અને નજીકનો પાડોશી છે. ભારત-બાંગ્લાદેશ દ્વિપક્ષીય સંબંધો પડોશી મુત્સદ્દીગીરી માટે રોલ મોડેલ તરીકે ઓળખાય છે: બાંગ્લાદેશ પીએમ
વૈશ્વિક ઘટનાઓમાંથી બોધપાઠ લેવાની જરૂર: PM મોદી
છેલ્લા કેટલાક વર્ષોમાં અમારો પરસ્પર સહયોગ વધ્યો છે. બાંગ્લાદેશના પીએમ શેખ હસીના અને મેં વિવિધ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આપણે કોવિડ રોગચાળા અને તાજેતરની વૈશ્વિક ઘટનાઓમાંથી બોધપાઠ લેવાની જરૂર છે અને આપણી અર્થવ્યવસ્થાને મજબૂત કરવી જોઈએ