શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાની ફાયરિંગમાં BSF અધિકારી શહીદ, પાંચ દિવસની અંદર બીજી ઘટના
છેલ્લા પાંચ દિવસની અંદર પાકિસ્તાની ફાયરિંગથી જવાનના શહીદ થવાની આ બીજી ઘટના છે
જમ્મુઃ પાડોશી દેશ પાકિસ્તાન સતત સિઝફાયરનુ ઉલ્લંઘન કરી રહ્યો છે. આજે ફરી એકવાર સિઝફાયરનુ ઉલ્લંઘન કરતા પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખાની પાસે (એલઓસી) અગ્રિમ ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો, જેમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના એક અધિકારી શહીદ થઇ ગયા.
ભારતીય સેનાને આપ્યો જડબાતોડ જવાબ
છેલ્લા પાંચ દિવસની અંદર પાકિસ્તાની ફાયરિંગથી જવાનના શહીદ થવાની આ બીજી ઘટના છે. અધિકારીઓએ જણાવ્યુ કે મેંઢર સેક્ટરના તારકુંડી વિસ્તારમાં સીમા પારથી કોઇપણ જાતના ઉકસાવા વિના ફાયરિંગ કરવામાં આવ્યુ. અધિકારીએ જણાવ્યુ કે ભારતીય સેનાએ પણ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો.
27 નવેમ્બરે શહીદ થયા હતા બે જવાબ
આ પહેલા 27 નવેમ્બરે રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાની ફાયરિંગમાં બે સૈનિકો શહીદ થયા હતા. સુંદરબની સેક્ટરમાં શહીદ થનારા જવાનોના નામ નાયક પ્રેમ બહાદુર ખત્રી અને રાઇફલ મેન સુખબીર સિંહ હતુ. શહીદ થયેલા જવાન સુખબીર સિંહ પંજાબના તરનતારનનો રહેવાસી હતો. શહીદ પ્રેમ બહાદુર ખત્રી યુપીના મહારાજગંજનો રહેવાસી હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
ક્રિકેટ
Advertisement