શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
માયાવતી-અખિલેશે કૉંગ્રેસને આપ્યો વધુ એક ઝટકો, UP બાદ અન્ય બે રાજ્યોમાં કર્યું ગઠબંધન, જાણો
લખનઉ: ઉત્તર પ્રદેશમાં ગઠબંધન કર્યા બાદ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ લોકસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસને વધુ એક ફટકો આપ્યો છે. સપા-બસપા ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં પણ સાથે મળી ચૂંટણ લડશે. બંને પાર્ટીઓએ સાથે મળી ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
ગઠબંધન બાદ સમાજવાદી પાર્ટી ઉત્તારખંડની પાંચ લોકસભામાંથી એક ગઢવાલ બેઠક પર ચૂંટણી લડશે, જ્યારે બાકી 4 બેઠકો પર બસપા પોતાના ઉમેદવાર ઉતાશે. જ્યારે મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટી બાલાઘાટ, ટીકમગઢ અને ખજુરાહો બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારશે, બાકી 26 બેઠકો બસપાના ખાતામાં આવી છે. વાંચો: ઉત્તરપ્રદેશમાં કઈ જગ્યાએ રોબર્ટ વાડ્રાના ચૂંટણી લડવાના પોસ્ટરો લાગ્યા, જાણો વિગત હાલમાં જ વિધાનસભા ચૂંટણીમાં બસપા મધ્યપ્રદેશમાં 2 બેઠકો જીતમાં સફળ રહ્યું હતું. આ ચૂંટણીમાં સપાનો પણ એક ઉમેદવાર જીત્યો હતો. પરંતુ બાદમાં બંને પાર્ટીઓએ કૉંગ્રેસને સરકાર બનાવવા માટે સમર્થન આપવાની જાહેરાત કરી હતી.Bahujan Samaj Party (BSP) and Samajwadi Party (SP) to contest Lok Sabha elections in alliance in Madhya Pradesh. SP to contest on three seats and BSP to contest on rest of the seats. (file pic) pic.twitter.com/0UZXDlbGIB
— ANI (@ANI) February 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion