શોધખોળ કરો
Advertisement
Budget 2020: 3 વર્ષમાં લગાવાશે વીજળીના સ્માર્ટ પ્રીપેડ મીટર, ગ્રાહક પોતે પસંદ કરી શકશે કંપની અને કિંમત
બજેટમાં નાણામંત્રીએ વિદ્યુત અને નવીનીકરણ ઉર્જા ક્ષેત્ર માટે 22000 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 2020 -21નું બજેટ રજૂ કર્યું હતું. બજેટ સત્ર દરમિયાન સીતારમણે કહ્યું કે દેશના રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વીજળીના પરંપરાગત મીટરોની જગ્યાએ સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે. બજેટમાં નાણામંત્રીએ વિદ્યુત અને નવીનીકરણ ઉર્જા ક્ષેત્ર માટે 22000 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
સરકારે સ્માર્ટ મીટરિંગને પ્રોત્સાહન આપવા જઈ રહી છે. આ નવી વ્યવસ્થાથી વીજળીના વપરાશને રેકોર્ડ કરવામાં ગડબડ, વીજળીની ચોરી, મીટર સાથે છેડછાડ જેવી સમસ્યાઓની બચી શકાશે.
નાણામંત્રીએ બજેટ સત્ર દરમિયાન કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ આગામી ત્રણ વર્ષમાં પરંપરાગત મીટરોની જગ્યાએ પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવી લે. તેમણે કહ્યું કે, આ નવા સ્માર્ટ મીટરમાં વપરાશકર્તાને પોતાની જરૂરિયાત મૂજબ વીજળી સપ્લાયર પસંદ કરવા અને રેટની પસંદગી કરવાની સ્વતંત્રા મળશે.
Govt proposes discoms replace conventional meters with smart pre-paid meters, option to consumers to choose electricity suppliers: FM
— Press Trust of India (@PTI_News) February 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement