Alwar News: અલવરમાં 300 વર્ષ જૂના ત્રણ મંદિરો પર બુલડોઝર ફેરવી દેવાયુ, કોગ્રેસ સરકાર પર ભડકી બીજેપી
અલવરના રાજગઢમાં ત્રણ હિન્દુ મંદિરો તોડી પાડવામા આવ્યા છે. માસ્ટર પ્લાનને લઈને મ્યુનિસિપલ બોર્ડની બેઠક મળી હતી, જે બાદ એપ્રિલમાં 81 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી
Rajasthan Temples: રાજસ્થાનના અલવર જિલ્લામાં 300 વર્ષ જૂના ત્રણ મંદિરો પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર 300 વર્ષ જૂના શિવ મંદિરને તોડવામાં આવતા હોય તેવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં, મંદિર તોડનારા અને મૂર્તિ પર કટર ચલાવનારા મજૂરો અને અધિકારીઓ મંદિરમાં પગરખા પહેરીને આવ્યા હતા જેને લઇને પણ હિન્દુવાદી સંગઠન અને ભાજપે વિરોધ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસ પર પ્રહાર કરતા ભાજપના નેશનલ આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ કહ્યું કે હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવી એ કોંગ્રેસની ધર્મનિરપેક્ષતા છે.
અમિત માલવિયાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, રાજસ્થાનના અલવરમાં વિકાસના નામે 300 વર્ષ જૂનું શિવ મંદિર તોડી પાડવામાં આવ્યું. કરૌલી અને જહાંગીરપુરી પર આંસુ વહાવવા અને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવી એ કોંગ્રેસની ધર્મનિરપેક્ષતા છે.
અલવરના રાજગઢમાં ત્રણ હિન્દુ મંદિરો તોડી પાડવામા આવ્યા છે. માસ્ટર પ્લાનને લઈને મ્યુનિસિપલ બોર્ડની બેઠક મળી હતી, જે બાદ એપ્રિલમાં 81 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી કે જાહેર સ્થળોએ દબાણ કરવામાં આવેલી જગ્યાઓ ખાલી કરવામાં આવશે. 17 એપ્રિલે દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ હિન્દુવાદી સંગઠનો તરફથી વિરોધ અને દેખાવો શરૂ થઈ ગયા છે. માસ્ટર પ્લાનમાં દબાણના નામે રાજગઢ પ્રશાસને 300 વર્ષ જૂના મંદિરને તોડી પાડ્યું હતું.
મંદિરો તોડવાને લઇને હિન્દુવાદી સંગઠનો અને ભાજપે કોગ્રેસ સરકારની ટીકા કરી હતી અને વિરોધ પ્રદર્શન યોજ્યા હતા. આ ઘટનાને લઇને ગુલાબચંદ કટારિયાએ ગેહલોત સરકારને ઔરંગઝેબ ગણાવી હતી.
RBIએ આપ્યો મહત્વનો નિર્દેશ, હવે બેંક ગ્રાહકોની મંજૂરી વિના ક્રેડિટ કાર્ડ ઈશ્યુ નહીં કરી શકે બેન્ક
Investment Tips: બેન્કમાં ફિક્સ ડિપોઝીટ મૂકી રહ્યાં છો, તો જાણો આ ખાસ બાબતો, થશે જબરદસ્ત લાભ
MI vs CSK: મેં રન નહીં બનાયેગા.... રોહિત શર્મા ઝીરો રન પર આઉટ થતાં લોકોએ મિમ્સ બનાવી ટ્રોલ કર્યો...