શોધખોળ કરો
Advertisement
આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રક-બસની ટક્કર, 14નાં મોત, 31 ઘાયલ
આ ઘટના ફિરોઝાબાદ ઈટાવા બોર્ડર નજીક આગરા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર બુધવારે રાત્રે બની હતી.
ફિરોઝાબાદઃ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર મોટી દુર્ઘટના બની છે. ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 31 લોકોને સૈફઈની મેડિકલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ ઘટના ફિરોઝાબાદ ઈટાવા બોર્ડર નજીક આગરા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર ગત રાત્રે બની હતી.
ટ્રકમાં પડ્યું હતું પંચર
ખાનગી ડબલ ડેકર બસ નંબર UP-53-FT-4629 એ રોડ પર ઉભેલા 22 વ્હીલવાળા ટ્રક(UP-22-AT-3074) ને પાછળથી ટક્કર મારી હતી. ટ્રકમાં પંચર થયું હોવાના કારણે તે સડક કિનારે ઉભો હતો.
બસમાં કેટલા લોકો હતા સવાર
એએસપી સચિન્દ્ર પટેલના જણાવ્યા મુજબ, બસમાં 40-45 લોકો સવાર હતા. તમામ ઘાયલ મુસાફરોને સૈફઈની મીની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૈફઈ હોસ્પિટલમા ઈમરજન્સી વોર્ડના મેડિકલ ઓફિસર ડો. વિશ્વ દીપકે જણાવ્યું કે, ઓછામાં ઓછા 31 ઘાયલ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 13 લોકોને મૃત અવસ્થામાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.Dr Vishwa Deepak, Medical Officer, Emergency Ward of Saifai Mini PGI: At least 31 injured patients have been admitted to the hospital and 13 were brought dead. https://t.co/EEO9CCGH2w pic.twitter.com/VU4Ly0gW4r
— ANI UP (@ANINewsUP) February 12, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement