મોદી કેબિનેટે રાષ્ટ્રીય ખાદ્ય તેલ-પામ મિશનને આપી મંજૂરી, આયાત પરની નિર્ભરતા ઓછી કરવાનું લક્ષ્ય
National Mission On Edible Oils: મોદી કેબિનેટે ખાદ્ય તેલની આયાત પર નિર્ભરતા ઓછી કરવા માટે 11,040 કરોડ રૂપિયાની રાષ્ટ્રીય ખાદ્ય તેલ-પામ ઓઇલ મિશનને મંજૂરી આપી દીધી છે.
National Mission On Edible Oils: મોદી કેબિનેટે ખાદ્ય તેલની આયાત પર નિર્ભરતા ઓછી કરવા માટે 11,040 કરોડ રૂપિયાની રાષ્ટ્રીય ખાદ્ય તેલ-પામ ઓઇલ મિશનને મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, રાષ્ટ્રીય મિશન હેઠળ પામ તેલની ખેતી કરવા માટે જરૂરી સામાન માટેની સહાયતા ડબલ કરી 29 હજાર પ્રતિ હેક્ટર કરવામાં આવી છે.
કૃષિમંત્રીએ કહ્યું કે, પામ ઓઇલના કાચા માલની કિંમત કેન્દ્ર સરકાર નક્કી કરશે અને એ નિર્ણય કરવામાં આવ્યો છે કે જો બજારમાં ઉતાર-ચઢાવ આવશે અને ખેડૂતોના પાકની કિંમત ઓછી થશે તો જે ફેરફારની રકમ હશે તે કેન્દ્ર સરકાર DBTના માધ્યમથી ખેડૂતોને ચૂકવણી કરશે.
તેમણે કહ્યું કે પામ ઓઇલની ખેતી માટે પ્લાટેન્શન માટે રોપાની સામગ્રીની અછતને દૂર કરવા માટે 15 હેક્ટર સુધી નર્સરીને 80 લાખ રૂપિયા અને પૂર્વોત્તર રાજ્ય માટે એક કરોડ રૂપિયાની સહાયત આપવામાં આવશે તોમરે કહ્યું કે, ઉત્પાદક ખેડૂતોને કિંમતનું આશ્વાસન આપવામાં આવશે. ખાદ્ય તેલોની નિર્ભરતા વ્યાપક પ્રમાણમાં આયાત પર ટકેલી છે. એટલા માટે જરૂરી છે કે દેશમાં જ ખાદ્ય તેલોનું ઉત્પાદન વધારવામાં આવે. આ માટે પામ ઓઇલનો ઉત્પાદનમાં વધારો કરવો જરૂરી છે. તોમરે કહ્યું કે, નવી કેન્દ્રીય યોજનાને 11,040 કરોડના નાણાકીય ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી છે.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લાથી રાષ્ટ્રના નામે સંબોધન દરમિયાન આ નવી કેન્દ્રિય યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, મંત્રીમંડળે પૂર્વોત્તર ક્ષેત્ર અને અંદમાન અને નિકોબાર દ્ધિપ સમૂહને ધ્યાનમાં રાખીને એનએમઇઓ-ઓપીને મંજૂરી આપી છે.
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 23 નવા કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું.