મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
રાજધાની દિલ્હીમાં AAP સરકારના કાર્યકાળ દરમિયાન સંચાલિત મોહલ્લા ક્લિનિક અંગે CAGના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા

રાજધાની દિલ્હીમાં AAP સરકારના કાર્યકાળ દરમિયાન સંચાલિત મોહલ્લા ક્લિનિક અંગે CAGના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. રિપોર્ટ અનુસાર, દક્ષિણ દિલ્હીમાં દવાની દુકાન ભોંયરામાં છે, જેમાં એર કન્ડીશનીંગ અને વેન્ટિલેશનની સુવિધા પણ નથી. દવાઓના બોક્સ જમીન પર, શૌચાલયમાં અને સીડીઓ પર મળી આવ્યા હતા.
#WATCH | Delhi | BJP MLA Satish Upadhyay says, "The kind of gross irregularities that were done in the liquor policy, people's hard-earned money was wasted... These are all subjects on which CAG has given a long report... This entire subject will go to the Public Accounts… pic.twitter.com/ZxiZyoXceO
— ANI (@ANI) February 28, 2025
જાન્યુઆરી, 2022 અને એપ્રિલ, 2023 વચ્ચે ઉત્તર પૂર્વ જિલ્લાના દવા સ્ટોર્સમાં એક થી 16 મહિના સુધી 26 આવશ્યક દવાઓ ઉપલબ્ધ નહોતી. આમ જિલ્લા સ્ટોર્સમાં દવાખાનાઓ માટે 10 થી 37 ટકા દવાઓ ઉપલબ્ધ નહોતી. જ્યારે વર્ષ 2016 થી 2020 દરમિયાન લગભગ 17 લાખ શાળાના વિદ્યાર્થીઓમાંથી ફક્ત 2.81 લાખથી 3.51 લાખ વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ કરાઇ હતી. જિલ્લાઓના દવા સંગ્રહ કેન્દ્રોમાં દવાઓ સંગ્રહ કરવા માટે જગ્યાની અછત છે.
VIDEO | Delhi: Here's what BJP leader Praveen Khandelwal (@praveendel) said on CAG report:
— Press Trust of India (@PTI_News) February 28, 2025
"The scam of Mohalla clinics where clinics were set up but there were no doctors... I even got to know that Mohalla clinics were also set up in various flats and the rent for those would… pic.twitter.com/9yhLL25h81
દેખરેખમાં બેદરકારી
મોહલ્લા ક્લિનિક્સની દેખરેખમાં પણ બેદરકારી દાખવવામાં આવી હતી. આનું લગભગ કોઈ નિરીક્ષણ થયું ન હતું. માર્ચ 2018થી માર્ચ 2023 દરમિયાન 218 મોહલ્લા ક્લિનિકના 11,191 નિરીક્ષણો હાથ ધરવા જોઈતા હતા જ્યારે ફક્ત 175 નિરીક્ષણો જ હાથ ધરવામાં આવ્યા હતા.
આયુષ દવાખાનાઓ પણ ખરાબ હાલતમાં છે
ડોકટરો અને મૂળભૂત સુવિધાઓના અભાવે આયુષ દવાખાનાઓ પણ ખરાબ હાલતમાં છે. 68 ટકા આયુર્વેદિક, 72 ટકા યુનાની અને 17 ટકા હોમિયોપેથી દવાખાનાઓ અઠવાડિયામાં છ દિવસ ઓપીડી ચલાવી શકતા નથી. આના કારણે દર્દીઓની સંખ્યામાં 19 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2016-17માં આ દવાખાનાઓમાં લગભગ 34.72 લાખ દર્દીઓએ સારવાર લીધી હતી, જે વર્ષ 2022-23માં ઘટીને 28.13 લાખ થઈ ગઈ હતી. દવાખાનાઓમાં 42 ટકા આયુર્વેદિક દવાઓ અને 56 ટકા યુનાની દવાઓ ઉપલબ્ધ નથી.
સરકારે 13 અન્ય CAG રિપોર્ટ રજૂ કરવા જોઈએ: દેવેન્દ્ર યાદવ
દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર યાદવે ભાજપ સરકાર પાસેથી આમ આદમી પાર્ટી સરકારના કાર્યકાળ સંબંધિત તમામ CAG રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવાની માંગ કરી છે.
એક્સાઇઝ કૌભાંડનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો
તેમણે કહ્યું કે ભાજપે વિધાનસભાના પહેલા સત્રમાં તમામ CAG રિપોર્ટ રજૂ કરવાનું વચન આપ્યું હતું પરંતુ એક્સાઇઝ કૌભાંડ અંગે માત્ર એક જ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પર પણ યોગ્ય રીતે ચર્ચા થઈ રહી નથી. આ દર્શાવે છે કે ભાજપ AAP સરકારના ભ્રષ્ટાચારમાં સામેલ હતી, તેથી તે સત્ય છુપાવવા માંગે છે. કહ્યું કે 13 અન્ય CAG રિપોર્ટ પણ શક્ય તેટલી વહેલી તકે વિધાનસભા સમક્ષ રજૂ કરવા જોઈએ.




















