શોધખોળ કરો
ધોનીની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો, CAITએ પાસવાનને પત્ર લખી કાર્યવાહી કરવાની માંગ કરી
કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) અને આમ્રપાલીના ફ્લેટ ખરીદદારોની સંસ્થા નેફોવાએ કેન્દ્ર સરકારના મંત્રીઓને પત્ર લખીને ધોની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નવી દિલ્હીઃ હંમેશા વિવાદોથી દૂર રહેનારા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો હાલમાં વિવાદ પીછો છોડતો નથી. વર્લ્ડકપ દરમિયાન પોતાની ધીમી બેટિંગના કારણે ટીકાનો ભોગ બનેલ ધોની હવે આમ્રપાલી જૂના કારણે વિવાદમાં ફસાયો છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) અને આમ્રપાલીના ફ્લેટ ખરીદદારોની સંસ્થા નેફોવાએ કેન્દ્ર સરકારના મંત્રીઓને પત્ર લખીને ધોની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. કૈટે કેન્દ્રિય ગ્રાહક મામલાના મંત્રી રામવિલાસ પાસવાનને ધોની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. ધોની વિરુદ્ધ કાર્યવાહીની માંગ આમ્રપાલી જૂથની જાહેરખબર કરવાને કારણે કરવામાં આવી છે. કૈટે પાસવાનને પત્ર લખીને કહ્યુ છે કે ધોનીએ જાહેરખબર મારફતે લોકોને આમ્રપાલી પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદવા માટે પ્રભાવિત કર્યા છે. કૈટે સુપ્રીમ કોર્ટ દ્ધારા આમ્રપાલી ગ્રુપ વિરુદ્ધ વિવિધ અનિયમિતતાઓ માટે સખ્ત કાર્યવાહી કરવાના આદેશને આધાર બનાવીને કહ્યું છે કે બિલ્ડર દોષિત ઠેરવવામાં આવ્યો છે એટલા માટે ધોનીની પણ જવાબદેહી બને છે. કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, ધોનીની જાહેરખબર લોકોની મહેનતની કમાણી પ્રોજેક્ટમાં લગાવવા માટે પ્રોત્સાહિત કરે છે જે પણ હજુ પણ પૂર્ણ નથી થયો.બીજી તરફ આમ્રપાલી ફ્લેટ ખરીદદારોની સંસ્થા નેફોવાએ નાણામંત્રી નિર્મલા સીતારમણ અને શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરીને પત્ર લખીને ધોની અને તેની પત્ની સાક્ષી ધોનીની કંપનીઓની તપાસ કરવાની માંગ કરી છે.
વધુ વાંચો





















