શોધખોળ કરો
Advertisement
સબસિડી ન મળતા હવે સાંસદોની થાળી થઇ મોંઘી, ચૂકવવો પડશે આટલો રેટ, 8 કરોડની થશે બચત
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જાહેરાત કરી હતી કે, બજેટ સત્રથી કેન્ટીનની સબસિડી બંધ થઇ જશે. જેના કારણે હવે સંસદની કેન્ટીનમાં ફૂડ મોંઘું થઇ જશે.
સંસદની કેન્ટીન પર સબસીડી ન મળતા હવે પાર્લમેન્ટની કેન્ટીનમાં લંચ, ડિનર,બ્રેકફાસ્ટનો રેટ ત્રણ ગણો વધી જશે. આ વર્ષે બજેટ સત્રથી પાર્લામેન્ટની કેન્ટીનમાં કેટલાક ફેરફાર પણ જોવા મળશે. પાર્લામેન્ટની કેન્ટીન પર સબસીડી બંધ થઇ જતાં હવેથી કેન્ટીનનું સંચાનલ ITDC કરશે. તેનાથી 8 કરોડ રૂપિયાની બચત થશે.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આપ્યા સૂચન
સંસદની કેન્ટીન પર મળતી સબસીડીનો મુદ્દો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.. આ મુદ્દે ઓમબિરલાએ કેન્ટીન પર સબસીડી ખતમ કરવાનો એક સુઝાવ સંસદમાં રજૂ કર્યો હતો. આ મુદ્દે દરેક સાંસદે સહમતિ દર્શાવતા. કેન્ટીન પર સબસીડી ખતમ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે સબસીડી ખતમ થતાં હવે કન્ટીનનું ફૂડ ત્રણ ગણું મોઘું થશે.
ITDC કરશે કેન્ટીનું સંચાલન
પાર્લમેન્ટી કેન્ટીનમાંથી હવે સબસીડી સંપૂર્ણ રીતે બંધ થઇ રહી છે. ઓમબિરલાએ આ મુદે મંગળવારે જાણકારી આપી હતી. હવે અહીંની કેન્ટીનમાં ફૂડ વધુ મોંધુ થશે. ઉલ્લેખનિય છે કે, સબસીડી ખત્મ થતાં 8 કરોડની બચત થશે. જો કે હવે ઉત્તર રેલવેની બદલે ITDC કેન્ટીનનું સંચાલન કરશે.
સબસીડી પર થયો હતો વિવાદ
સંસદની કેન્ટીન પર મળતી સબસીડી પર વિવાદ થયો હતો. કેન્ટીનના ફૂડના રેટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સબસીડીના કારણે સાસંદોને કેન્ટીનનાં ભોજન ખૂબ જ સસ્તામાં મળતું હતું. જોકે હવે આ નિર્ણયથી વાર્ષિક 8 કરોડની બચત થશે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement