શોધખોળ કરો
CBIના વડા આલોક વર્માને પદ પરથી હટાવાયા, PM મોદીની અધ્યક્ષતામાં કમિટીએ લીધો નિર્ણય

નવી દિલ્હી: સીબીઆઈના વડા આલોક વર્માને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં સિલેક્શન કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉચ્ચસ્તરીય બેઠકના નિર્ણય બાદ વર્માને હટાવી દેવાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષ નેતા મલ્લિકાર્જૂન ખડગે આલોક વર્માને હટાવવાના પક્ષમાં નહતો પરંતુ 2-1ની બહુમતથી આલોક વર્માને પદ પરથી હટાવી દેવાયા છે. પદ પરથી હટાવ્યા બાદ તેમને ફાયર સર્વિસ એન્ડ હોમ ગાર્ડના ડાયરેક્ટર જનરલ(ડીજી) બનાવામાં આવ્યા છે. સીબીઆઈ ચીફ આલોક વર્મા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સિલેક્શન સમિતીની બીજી વખત ગુરુવારે બેઠક મળી હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારે આલોક વર્માને તેના પદ પર ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. તેમને સરકારે લગભગ બે મહીના પહેલા જબરજસ્તી રજા પર મોકલી દેવાયા હતા. અધિકારીઓ અનુસાર બુધવારે યોજાયેલી પેનલની બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહતો. બીજી તરફ રાકેશ અસ્થાના કેસની તપાસ સીબીઆઈ એસપી મોહિત ગુપ્તા કરશે. તપાસના પૂર્વ આઈઓ ડીએસપી એકે બસ્સીએ કાલે આલોક વર્મા સાથે મુલાકાત કરી હતી. હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈ ચીફ આલોક વર્માએ ગઈકાલે એટલે કે બુધવારે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમને 23 ઓક્ટોબરે 2018 થી મોડી રાતે કેન્દ્ર સરકારના એક આદેશથી જબરજસ્તી રજા પર મોકલી દેવાયા હતા. જે કેન્દ્ર સરકારના આદેશને હાઇકોર્ટે મંગળવારે રદ કરી દીધો હતો.
વધુ વાંચો





















