શોધખોળ કરો

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક પર CBI કરી શકે છે કાર્યવાહી, જાણો શું છે સમગ્ર મામલો

Satyapal Malik : આ મામલો જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ રહેતા તેમને લાંચની ઓફર સાથે સંબંધિત છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને CBIને નિષ્પક્ષ તપાસ માટે આ મામલાની તપાસ કરવાની ભલામણ કરી હતી.

Meghalaya : CBI મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક વિરુદ્ધ ટૂંક સમયમાં કાર્યવાહી કરી શકે છે. કેન્દ્ર સરકારે CBIને તપાસ માટે મંજૂરી આપી છે. આ મામલો જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને લાંચની ઓફર સાથે સંબંધિત છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને CBIને નિષ્પક્ષ તપાસ માટે આ મામલાની તપાસ કરવાની ભલામણ કરી હતી.

CBI જમ્મુ અને કાશ્મીર સરકારી કર્મચારી આરોગ્ય સંભાળ વીમા યોજના માટે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારની તપાસ કરશે. CBI કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેક્ટના સિવિલ વર્ક્સનો કોન્ટ્રાક્ટ ખાનગી પેઢીને આપવામાં ભ્રષ્ટાચારની પણ તપાસ કરી શકે છે.

300 કરોડની લાંચની ઓફર
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે હાલમાં જ દાવો કર્યો હતો કે RSS નેતા અને અંબાણીની ફાઈલો ક્લિયર કરવાના બદલામાં તેમને 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. સત્યપાલ મલિકના આ દાવાથી સનસનાટી ફેલાઈ ગઈ હતી.

રાજ્યપાલે પોતે જ આ સોદો રદ્દ  કર્યો હતો 
હવે સરકારે આ આરોપોની CBI દ્વારા તપાસ કરાવવા માટે જમ્મુ-કાશ્મીર પ્રશાસનની ભલામણને મંજૂરી આપી દીધી છે. સત્યપાલ મલિકે કહ્યું કે તેમને ફાઇલ ક્લિયર કરવા માટે 300 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે ડીલ રદ્દ  કરી દીધી હતી. જો કે આ દરમિયાન મલિકે પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તે સમયે પીએમએ તેમને ભ્રષ્ટાચાર સાથે સમાધાન ન કરવાનું કહ્યું હતું.

ઑક્ટોબર 2018માં જ્યારે તેઓ જમ્મુ અને કાશ્મીરના ગવર્નર હતા, તેમણે ગેરરીતિની શંકાના આધારે કર્મચારીઓ માટે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ સાથે જૂથ આરોગ્ય વીમા કરાર રદ્દ કર્યો હતો. તે જ સમયે બે દિવસ પછી રાજ્યપાલે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ સાથેના કરારને બંધ કરવાની મંજૂરી આપી અને સમગ્ર પ્રક્રિયાની તપાસ માટે મામલો ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોને મોકલ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget