શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોંગ્રેસના ક્યા ટોચના નેતાના 14 સ્થળે પડ્યા સીબીઆઈએ દરોડા?
સીબીઆઇની ટીમે કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારના ત્યાં દરોડા પાડ્યા છે. આ ઉપરાંત તેમના ભાઇ ડીકે સુરેશના પરિસરમાં પણ સીબીઆઇએ તપાસ ચલાવી હતી. રિપોર્ટ પ્રમાણે સીબીઆઇએ ડીકે શિવકુમાર અને તેના ભાઇના ઠેકાણાંઓ પરથી 50 લાખ રૂપિયા જપ્ત કર્યા છે
બેગ્લુરુઃ કર્ણાટકમાં સીબીઆઇએ મોટી કાર્યવાહી કરી છે, સીબીઆઇની ટીમે કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારના ત્યાં દરોડા પાડ્યા છે. આ ઉપરાંત તેમના ભાઇ ડીકે સુરેશના પરિસરમાં પણ સીબીઆઇએ તપાસ ચલાવી હતી. રિપોર્ટ પ્રમાણે સીબીઆઇએ ડીકે શિવકુમાર અને તેના ભાઇના ઠેકાણાંઓ પરથી 50 લાખ રૂપિયા જપ્ત કર્યા છે.
કર્ણાટક સરકારના પૂર્વ મંત્રી અન્યના વિરુદ્ધમાં સીબીઆઇએ કેસ નોંધ્યો છે. તેમના પર આવકથી વધુ સંપતિનો આરોપ છે. સીબીઆઇએ ડીકે શિવકુમારના લગભગ 14 ઠેકાણાં પર દરોડા પાડ્યા છે. આમાંથી કર્ણાટકના 9, દિલ્હીના 4 અને એક મુંબઇનુ એક સ્થળ સામેલ છે. આમાં તેમનુ પૂર્વ નિવાસ ડોડ્ડાલહલ્લી, કનકપુરા અને સદાશિવ નગર પણ સામેલ છે.
સીબીઆઇ દ્વારા ડીકે શિવકુમાર પર કરવામા આવેલી કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાયુ છે. કોંગ્રેસ નેતાએ તપાસ એજન્સીને કેન્દ્ર સરકારની કઠપુતળી ગણાવી છે. તેમને લખ્યુ- સીબીઆઇએ આ સમયે યેદુરપ્પુ સરકાર ભ્રષ્ટાચારની તપાસ કરવી જોઇએ. મોદી સરકારના આ હથકંડા આગળ કોંગ્રેસ કાર્યકર્તા નહીં ઝૂકે, આવી એક્શનથી અમે મજબૂત બનીશું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ પણ સીબીઆઇના દરોડા પાડવાની કાર્યવાહીની નિંદા કરી છે. તેમને પણ ટ્વીટ કરીને ભાજપ સરકારને આડેહાથે લીધી હતી. ઉલ્લેખનીય છે કે ડીકે શિવકુમાર નોટબંધી બાદથી સીબીઆઇના હાથે ચઢ્યા છે.
ફાઇલ તસવીર
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion