શોધખોળ કરો
Advertisement
15 જુલાઈ સુધીમાં આવશે CBSE અને ICSE બોર્ડનું 10 અને 12માં ધોરણનું પરિણામ
સીબીએસઈની એક જુલાઈથી 15 જુલાઈની વચ્ચે થનારી 12માં ધોરણી પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ CBSE અને ICSEની પરીક્ષાઓને લઈને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સીબીએસઈ અને આઈસીએસઈ બન્ને બોર્ડે કહ્યું કે, ધોરણ 10 અને ધોરણ 10ના પરિણામ 15 જુલાઈ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે સીબીએસઈના 10 અને 12માં ધોરણની પાકીની પરીક્ષા રદ્દ કરવા માટે નોટિફિકેશન બહાર પાડવાની મંજૂરી આપી દીધી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે સીબીએસઈને રદ્દ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાની મૂલ્યાંકન યોજના પર આગળ વધવાની મંજૂરી આપી દીધી છે.
સીબીએસઈ પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે કહ્યું કે, જો 12માં ધોરણના વિદ્યાર્થી વૈકલ્પિક પરીક્ષાઓમાં જોડાયા હશે તો મળેક માર્ક્સને અંતિમ સ્કોર ગણવામાં આવશે. સીબીએસઈ અને આઈસીએસઈએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, બોર્ડ પરીક્ષાઓના પરિણામ મધ્ય જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે.
એક દિવસ પહેલા માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને સીબીએસઈએ સુપ્રીમ કોર્ટમાં થયેલ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, સીબીએસઈની એક જુલાઈથી 15 જુલાઈની વચ્ચે થનારી 12માં ધોરણી પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion