વિશ્વની આ સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સીએ પણ સ્વીકાર્યું- હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ
ગાઇડલાઈન્સમાં સ્વીકારવામાં આવ્યું છે કે, લોકોમાં બીમાર ફેલાવવાનું એક કારણ વાયરલ કણોથી પ્રદૂષિત વાતાવરણમાં શ્વાસ લેવાનું પણ છે.
અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ પ્રથમ વખત સ્વીકાર્યું કે કોરોના વાયરસ હવાથી પણ ફેલાઈ શકે છે. 7 મેના રોજ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેશનને ગાઈડલાઈન્સમાં સુધારો કરતાં કહ્યું કે, કેવી રીતે કોરોના વાયરસ ફેલાય છે. તેમાં સ્પષ્ટ રીતે મોટા અને બોલ્ડ અક્ષરમાં કહેવામાં આવ્યું છે કે, “હવા દ્વારા ફેલાતો વાયરસ શ્વાસ દ્વારા સંક્રમિત વ્યક્તિથી છ ફુટ દૂર હોવા છતાં શરીરમાં દાખલ થઈ શકે છે.”
હવાથી પણ ફેલાઈ શકે છે કોરોના વાયરસ- CDC
સીડીસીએ પોતાની વેબસાઈટમાં સામેલ કર્યું કે, ત્રણ મોડથી વાયરસ ફેલાઈ શકે છે. ગાઈડલાઈન્સમાં પ્રથમ કહેવામાં આવ્યું હતું કે, વાયરસ ‘ક્યારેય ક્યારેક હવા દ્વારા ટ્રાન્સમિશનથી ખાસ પરિસ્થિતિમાં ફેલાઈ શેક છે.’ પરંતુ મોટેભાગે ‘નજીકના સંપર્ક’થી ન કે હવા દ્વારા ટ્રાન્મિશનથી. સીડીસીએની આ સ્વીકૃતિ તેના સ્ટેન્ડમાં આવેલ ફેરફારને દર્શાવે છે. એજન્સીએ કહ્યું કે, વાયરસને ફેલાતો રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ સહિત તેની ભલામણો સરખી જ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “જોકે હવાથી કોરોના ફેલાવાની અમારી સમજમાં ફેરફાર આવ્યો છે, પંરતુ વાયરસથી સંક્રમણ રોકાવની રીતમાં કોઈ ફેરફાર નથી આવ્યો. સીડીસીના તમામ સાવચેતીના ઉપાયગ ટ્રાન્સમિશનની આ રીતો માટે પ્રભાવી છે.”
એમેરિકાની એજન્સીએ ગાઈડલાઈન્સમાં કર્યો ફેરફાર
ગાઇડલાઈન્સમાં સ્વીકારવામાં આવ્યું છે કે, લોકોમાં બીમાર ફેલાવવાનું એક કારણ વાયરલ કણોથી પ્રદૂષિત વાતાવરણમાં શ્વાસ લેવાનું પણ છે. આગળ કહ્યું છે કે, કોરોના કોઈપણ સંક્રમિત વ્યક્તિના શ્વાસથી ફેલાઈ શકે છે કારણ કે શ્વાસથી વાયરલના કણોનો સ્ત્રાવ થાય છે જેમાં વાયરસ હોય છે. આ કણ શ્વાસથી દૂષિત આંખ, નાક, મોઢું અને હાથને અડવાથી અન્ય લોકોના શરીરમાં જઈ શકે છે.
મહામારીની શરૂઆતથી સીડીસી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને ચેપી રોગના નિષ્ણાંતોએ ચેતવણી આપી હતી કે એવા પાક્કા પુરાવા ઉપલબ્ધ છે જેનાથી સંકેત મળે છે કે કોરોના વાયરસ હવાથી પણ ફેલાઈ શકે છે. વર્જિનીયા ટેકમાં એયરોસેલ નિષ્ણાંત લિનસે મરે કહ્યું, “સીડીસીએ હવે હાલના વૈજ્ઞાનિક પુરાવાના આધારે ગાઈડલાઈન્સ બહાર પાડી છે અને ટ્રાન્સમિશન વિશે જૂના વિચારમાંથી મુક્તિ મેળવી છે.” અનેક વૈજ્ઞાનિકોએ એજન્સીની નજીકની સંપર્કની વ્યાખ્યાને રદ્દ કરવાનું સ્વાગત કર્યું છે.