India-Pakistan Border: બાંગ્લાદેશમાં ફાટી નિકળેલી હિંસા વચ્ચે અચાનક પાકિસ્તાને શરુ કરી નાપાક હરકત, CDSએ કર્યો ચોંકાવનારો દાવો
India Pakistan Border Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો લાંબા સમયથી સૌહાર્દપૂર્ણ નથી. બાંગ્લાદેશમાં ઉથલપાથલ વચ્ચે હવે પાકિસ્તાને પણ સરહદ પર નાપાક હરકતો શરૂ કરી દીધી છે.
India Pakistan Border Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર સરહદ પર તણાવ વધવા લાગ્યો છે. ભારતીય સશસ્ત્ર દળોના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાણે કહ્યું છે કે પીર પંજાલ વિસ્તારમાં તણાવ અચાનક વધી ગયો છે. સીડીએસે કહ્યું કે બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાને કારણે ચિંતા ઉભી થઈ છે. સીડીએસ ચૌહાણે કહ્યું છે કે પાડોશી દેશમાં સત્તા પરિવર્તન વચ્ચે, અન્ય દેશો સાથેની સરહદો પર પહેલેથી જ તણાવ છે.
#WATCH | Delhi | While speaking at an event - 'Military Ammunition - Make in India and make for the world', CDS, General Anil Chauhan says, "When we look around us, we find that the world is in turmoil. The global geopolitical environment is in a state of flux. I believe we are… pic.twitter.com/c1AfeOhbTW
— ANI (@ANI) August 8, 2024
દિલ્હીમાં 'મિલિટરી એમ્યુનિશન' પર એક કોન્ફરન્સમાં બોલતા, CDS અનિલ ચૌહાણે કહ્યું, ભારત પાસે સુરક્ષા પડકારોનો પોતાનો હિસ્સો છે. અમે શરૂઆતથી જ જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવેલા પ્રોક્સી વોરનો સામનો કરી રહ્યા છીએ. હવે અચાનક પીર પંજાલ રેન્જમાં વધારો જોવા મળ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ચીન સાથે લાંબા સમયથી ચાલી રહેલ સીમા વિવાદ હજુ સમાપ્ત થયો નથી.
CDSએ બાંગ્લાદેશ હિંસાનો ઉલ્લેખ કર્યો
બાંગ્લાદેશ હિંસાના સંદર્ભમાં સીડીએસ અનિલ ચૌહાણે કહ્યું, અમે અત્યારે બે મોટા પડકારોનો સામનો કરી રહ્યા છીએ, જેમાં આપણા પડોશમાં અસ્થિરતા પણ અમારા માટે ચિંતાનું બીજું કારણ છે. ભારત જેવા મોટા દેશ માટે, સુરક્ષા સંબંધિત ઘણી સમસ્યાઓ હોય છે. તેમણે વધુમાં કહ્યું, ભારત જેવો દેશ લડાયક શસ્ત્રો માટે વિદેશી આયાત પર નિર્ભર ન રહી શકે. ખાસ કરીને જ્યારે વૈશ્વિક સુરક્ષા અને શાસન હંમેશા અસ્થિર પરિસ્થિતિઓનો સામનો કરી રહી હોય.
બાંગ્લાદેશમાં આજે કાર્યભાર સંભાળશે વચગાળાની સરકાર
નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર ગુરુવારે કાર્યભાર સંભાળશે. આ જાણકારી આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને આપી છે. તેમણે જણાવ્યું કે સરકારમાં સામેલ લોકો ગુરુવારે રાત્રે 8 વાગ્યે શપથ લેશે.
જનરલ ઝમાને કહ્યું હતું કે વચગાળાની સરકારની સલાહકાર પરિષદમાં 15 સભ્યો હશે અને તેના વડા મોહમ્મદ યુનુસ હશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને મંગળવારે રાત્રે યુનુસને વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કર્યા. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા બાદ રાષ્ટ્રપતિએ આ નિમણૂક કરી હતી.