ચૂંટણી પંચ આખા દેશમાં 'વન નેશન-વન ઇલેક્શન' માટે તૈયાર, પરંતુ સરકારને શું કરવા કહ્યું, જાણો વિગતે
આખા દેશમાં એક સાથે ચૂંટણી કરાવવી ખુબ સારી વાત છે, 'વન નેશન-વન ઇલેક્શન' એક સારી સલાહ છે,
નવી દિલ્હીઃ દેશમા પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આજે આવી રહ્યાં છે. આ બધાની વચ્ચે ચૂંટણી પંચના મુખ્ય કમિશનર સુશીલ ચંદ્રાએ એક મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. સુશીલ ચંદ્રાએ મીડિયા સાથે કેટલીક ખાસ જાણકારીઓ શેર કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે પહેલીવાર કહ્યું છે કે દેશભરમાં અમે 'વન નેશન-વન ઇલેક્શન' માટે તૈયાર છીએ. જોકે આ માટે ચૂંટણી પંચે સરકારને કાયદામાં થોડા ફેરફારો કરવા માટે પણ સૂચન કર્યુ છે.
સુશીલ ચંદ્રાએ મીડિયા સાથેની વાતચીતમાં 'વન નેશન-વન ઇલેક્શન' અંગે ખુલીને વાત કરી, તેમને બતાવ્યુ કે -આખા દેશમાં એક સાથે ચૂંટણી કરાવવી ખુબ સારી વાત છે, 'વન નેશન-વન ઇલેક્શન' એક સારી સલાહ છે, પરંતુ આના માટે જરૂર છે કે બંધારણીય ફેરફારો કરવાની. ચૂંટણી પંચ પુરેપુરી રીતે આ માટે તૈયાર છે. સુશીલ ચંદ્રાએ કહ્યું કે ચૂંટણી પાંચ વર્ષમાં એક વાર ચૂંટણી માટે તૈયાર છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, ઓમિક્રૉનના કારણે ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ લગાવવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચૂંટણી પંચે આચાર સંહિતાના ઉલ્લંઘનને ગંભીરતાથી લુધુ છે. પાંચ રાજ્યોમાં લગભગ 2270 એફઆઇઆર નોંધાઇ છે. ચૂંટણી પંચ માટે તમામ પાર્ટીઓ એક સમાન છે.
આ પણ વાંચો---
NEET UG Age Limit: NEET UG ની પરીક્ષામાં વયમર્યાદા હટાવાઈ, જાણો મોટા સમાચાર
CTET Result 2022 Announced: CTET નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક
ભારત માટે T-20 અને 2011નો વર્લ્ડકપ રમી ચૂકેલા આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ
ડુક્કરનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દુનિયાના સૌ પ્રથમ વ્યક્તિનું સર્જરીના બે મહિના બાદ મોત