Petrol-Diesel GST: શું પેટ્રોલ-ડીઝલ GST હેઠળ આવશે? મંત્રી હરદીપ પુરીએ કર્યો મોટો ખુલાસો
Petrol-Diesel GST: પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર છે, પરંતુ રાજ્યો તેના પર સહમત થવાની શક્યતા નથી.
![Petrol-Diesel GST: શું પેટ્રોલ-ડીઝલ GST હેઠળ આવશે? મંત્રી હરદીપ પુરીએ કર્યો મોટો ખુલાસો Center ready to bring petrol, diesel under GST say -hardeep-singh-puri Petrol-Diesel GST: શું પેટ્રોલ-ડીઝલ GST હેઠળ આવશે? મંત્રી હરદીપ પુરીએ કર્યો મોટો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/06/550347b2ebfdb7735b638460e3b504e11667705176030290_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Petrol-Diesel GST: પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર છે, પરંતુ રાજ્યો તેના પર સહમત થવાની શક્યતા નથી. પુરીએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે રાજ્યોની સંમતિ જરૂરી છે અને જો રાજ્યો આ દિશામાં પહેલ કરે તો કેન્દ્ર પણ તેના માટે તૈયાર છે.
મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, અમે તેના માટે તૈયારી કરી લીધી છે. તે મારી સમજ છે. જો કે, બીજો મુદ્દો એ છે કે તેને કેવી રીતે અમલમાં મૂકવું. તે પ્રશ્ન નાણાપ્રધાન સાથે ઉઠાવવો જોઈએ. પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ વચ્ચે, પેટ્રોલિયમ મંત્રીએ આશંકા વ્યક્ત કરી હતી કે રાજ્યો વચ્ચે સમજૂતી થવાની શક્યતા ઓછી છે. તેમણે કહ્યું કે રાજ્યોની આવકનો મુખ્ય સ્ત્રોત દારૂ અને પેટ્રોલિયમ ઉત્પાદનો પરનો ટેક્સ છે.
આવક મેળવનાર કેમ તેને છોડશે?
પુરીએ કહ્યું, એ સમજવું બહુ મુશ્કેલ નથી કે રાજ્યોને જેમાથી આવક મળે છે. આવક મેળવનાર શા માટે તેને છોડવા માંગશે? માત્ર કેન્દ્ર સરકાર જ મોંઘવારી અને અન્ય બાબતોથી ચિંતિત છે. કેરળ હાઈકોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ મામલો GST કાઉન્સિલમાં ઉઠાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યોના નાણા મંત્રીઓ તેની સાથે સંમત થયા ન હતા. જ્યાં સુધી GSTનો સંબંધ છે, અમારી અથવા તમારી ઇચ્છાઓ પોતાની જગ્યાએ છે, અમે એક સહકારી સંઘીય પ્રણાલીનો ભાગ છીએ.
હું તમારા પ્રશ્નથી આશ્ચર્યચકિત છું: પુરી
જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું ત્યારે પુરીએ કહ્યું, હું તમારા પ્રશ્નથી આશ્ચર્યચકિત છું. છેલ્લા એક વર્ષમાં તેમની કિંમતોમાં સૌથી ઓછો વધારો કદાચ ભારતમાં જ થયો છે. મોર્ગન સ્ટેનલી પણ કહી રહ્યા છે કે ભારત વિશ્વના શ્રેષ્ઠ દેશોમાંનો એક રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા જેવા પગલા લઈને ક્રૂડ ઓઈલની વધતી કિંમતોની અસરથી પોતાને બચાવ્યા છે. તેમણે કહ્યું, હું કાલ્પનિક પ્રશ્નોના જવાબ નથી આપતો પરંતુ કેન્દ્ર સરકારનો પ્રયાસ રહેશે કે કિંમતો સ્થિર રહે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)