હવે ‘શ્રી વિજયપુરમ’ના નામથી ઓળખાશે પોર્ટ બ્લેયર, કેંદ્ર સરકારે બદલ્યું નામ
કેન્દ્ર સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેરનું નામ બદલીને 'શ્રી વિજયપુરમ' કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે જાહેરાત કરી હતી.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેરનું નામ બદલીને 'શ્રી વિજયપુરમ' કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે જાહેરાત કરી હતી. કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ અંગે એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી હતી.
એક્સ પર પોસ્ટ કરતા અમિત શાહે લખ્યું કે, 'દેશને ગુલામીના તમામ પ્રતીકોથી મુક્ત કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પથી પ્રેરિત થઈને આજે ગૃહ મંત્રાલયે પોર્ટ બ્લેરનું નામ બદલીને 'શ્રી વિજયપુરમ' કરવાનો નિર્ણય લીધો છે. ‘શ્રી વિજયપુરમ’ નામ આપણી આઝાદી માટેની લડત અને તેમાં આંદામાન અને નિકોબારના યોગદાનને દર્શાવે છે.
देश को गुलामी के सभी प्रतीकों से मुक्ति दिलाने के प्रधानमंत्री श्री @narendramodi जी के संकल्प से प्रेरित होकर आज गृह मंत्रालय ने पोर्ट ब्लेयर का नाम ‘श्री विजयपुरम’ करने का निर्णय लिया है।
‘श्री विजयपुरम’ नाम हमारे स्वाधीनता के संघर्ष और इसमें अंडमान और निकोबार के योगदान को…— Amit Shah (@AmitShah) September 13, 2024
ઈતિહાસમાં અદ્રિતીય સ્થાન રહ્યું-અમિત શાહ
તેમણે કહ્યું, આ ટાપુનું આપણા દેશની સ્વાધીનતા અને ઈતિહાસમાં અદ્રિતીય સ્થાન રહ્યું છે. ચોલ સામ્રાજ્યમાં નૌસેના અડ્ડાની ભૂમિકા નિભાવતા આ ટાપુ આજે દેશની સુરક્ષા અને વિકાસને ગતિ આપવા માટે તૈયાર છે. આ ટાપુ નેતાજી સુભાષ ચંદ્ર બોઝજી દ્વારા સૌથી પહેલા તિરંગા લહેરાવવાને લઈ સેલુલર જેલમાં વીર સાવરકર અને અન્ય સ્વતંત્રતા સેનાનિઓ દ્વારા માં ભારતીની સ્વાધીનતા માટે સંઘર્ષનું સ્થાન પણ છે.
અગાઉ ગયા વર્ષે જાન્યુઆરીમાં શૌર્ય દિવસના અવસર પર પીએમ મોદીએ 21 અનામી ટાપુઓના નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવાની જાહેરાત કરી હતી. આટલું જ નહીં, પીએમ મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આઇલેન્ડ પર બની રહેલા નેશનલ મેમોરિયલના મોડલનું અનાવરણ કર્યું હતું. કેન્દ્ર સરકારે નિકોબાર ટાપુ પર 72000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. આ પહેલા પણ દેશમાં ઘણી જગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે. કેંદ્રની સરકારે વારસાને પ્રતિબિંબિત કરતા અને અન્ય ઘણી યુનિવર્સિટીઓ અને રસ્તાઓના નામ પણ બદલ્યા છે.
Indian Economy: વૈશ્વિક સંકટ હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર રહી, જાણો કેવી રીતે બન્યુ સંભવ