શોધખોળ કરો

Lateral Entry Controversy: વિપક્ષના હુમલાઓ વચ્ચે લેટરલ એન્ટ્રી પર સરકારનો યૂ-ટર્ન, હવે રદ્દ થશે ભરતીની જાહેરાત

Lateral Entry Controversy: વડાપ્રધાન મોદીના નિર્દેશ પર સીધી ભરતી માટેની જાહેરાતો પર રોક લગાવી દેવામાં આવી છે. 

Lateral Entry Controversy: યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી અંગેની ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે લેટરલ એન્ટ્રીની જાહેરાત પર રોક લગાવી દીધી છે. આ સંબંધમાં કાર્મિક મંત્રીએ UPSC અધ્યક્ષને પત્ર લખ્યો છે. વડાપ્રધાન મોદીના નિર્દેશ પર સીધી ભરતી માટેની જાહેરાતો પર રોક લગાવી દેવામાં આવી છે. 

કર્મચારી અને તાલીમ વિભાગના મંત્રી જિતેન્દ્ર સિંહે 'યુનિયન પબ્લિક સર્વિસ કમિશન' (UPSC) ને એક પત્ર લખ્યો છે, જેમાં લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીની જાહેરાતને રદ કરવા વિનંતી કરવામાં આવી છે. જિતેન્દ્ર સિંહે આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ લખ્યો છે. લેટરલ એન્ટ્રી દ્વારા નિમણૂંકની જાહેરાત બાદ વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો હતો.

વાસ્તવમાં 18 ઓગસ્ટના રોજ યુપીએસસીએ વિવિધ મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી, ડિરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરીની જગ્યાઓ પર 45 નિષ્ણાતોની નિમણૂક કરવા માટે ભરતી હાથ ધરી હતી. આ ભરતીઓ લેટરલ એન્ટ્રી દ્વારા થવાની હતી. જો કે વિપક્ષે આ અંગે હોબાળો મચાવ્યો હતો અને સરકારના આ પગલાને અનામત છીનવી લેવાની વ્યવસ્થા ગણાવી હતી. લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી મારફતે ખાનગી ક્ષેત્રના લોકોને પણ મંત્રાલયોમાં મહત્વના હોદ્દા પર કામ કરવાની તક મળે છે.

લેટરલ એન્ટ્રી દ્વારા નિયુક્ત કેટલા લોકો સરકારી મંત્રાલયોમાં કામ કરે છે?

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે 9 ઓગસ્ટ, 2024ના રોજ રાજ્યસભામાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં લેટરલ એન્ટ્રી દ્વારા 63 પદો પર નિમણૂકો કરવામાં આવી છે. તેમાંથી હાલમાં 57 અધિકારીઓ જુદા જુદા મંત્રાલયો અને વિભાગોમાં જોઈન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરીના પદ પર કામ કરી રહ્યા છે. લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરાર આધારિત છે જે બે થી ત્રણ વર્ષના સમયગાળા માટે છે. કેટલાક કિસ્સાઓમાં નિમણૂક કરાયેલ વ્યક્તિની કામગીરીના આધારે કરારનો સમયગાળો લંબાવવામાં આવે છે.                  

આ પણ વાંચોઃ

'UPSC ની જગ્યાએ RSS માંથી થઈ રહી છે ભરતી, છીનવાઈ રહ્યું છે આરક્ષણ', રાહુલ ગાંધીનો સરકાર પર આરોપ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત

Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો

Gandhinagar: દારૂબંધી મામલે પોલીસ અધિકારીઓને સરકારની ખુલ્લી ‘છૂટ’, હવે અઢી લાખથી વધુનો વિદેશી દારૂ પકડાય તો જ થશે કાર્યવાહી

Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ

ABP Premium

વિડિઓઝ

Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાતPM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો
Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો
Gandhinagar: દારૂબંધી મામલે પોલીસ અધિકારીઓને સરકારની ખુલ્લી ‘છૂટ’, હવે અઢી લાખથી વધુનો વિદેશી દારૂ પકડાય તો જ થશે કાર્યવાહી
Gandhinagar: દારૂબંધી મામલે પોલીસ અધિકારીઓને સરકારની ખુલ્લી ‘છૂટ’, હવે અઢી લાખથી વધુનો વિદેશી દારૂ પકડાય તો જ થશે કાર્યવાહી
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ

Rule Change: એક પરિવારના કેટલા લોકો બનાવી શકે છે  Ayushman Card?

Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ

ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20માં ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઇનિંગ, 19 બોલમાં ફટકારી ફિફ્ટી

Embed widget