Single Digital ID: સરકારીની સિંગલ ડિજીટલ આઇડી બનાવવાની તૈયારી, આધાર-પાનકાર્ડ જેવા ડૉક્યૂમેન્ટ્સ હશે લિંક
આ આઇડી લાવવા પર સરકારે 2017માં વિચાર કર્યો હતો. આ પછીથી સતત તેના માટે કામ કરવામાં આવી રહ્યું છે.
Single Digital ID Benefits: દેશના દરેક નાગરિકની પાસે આધાર કાર્ડ (Aadhaar Card), પાન કાર્ડ (PAN Card), ડ્રાઇવિંગ લાયસન્સ (Driving Licence), પાસપોર્ટ (Passport) વગેરેમાં કેટલાય ડૉક્યૂમેન્ટ્સની જરૂર હોય છે. આ તમામ ડૉક્યૂમેન્ટ્સ આઇડી પ્રૂફની (ID Proof) જેમ ઉપયોગમાં લેવાય છે. દરેક લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે દરેક જગ્યાએ આનો ઉપયોગ કરે છે. આધાર કાર્ડનો ઉપયોગ મોટાભાગના આઇડી પ્રૂફ માટે કરવામાં આવે છે.
હૉટલ બુકિંગ, સ્કૂલ એડમિશન (School Admission) વગેરે માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત પાન કાર્ડનો ઉપયોગ નાણાંકીય લેવડદેવડ (Financial Transaction) માટે કરવામાં આવે છે. પાન કાર્ડનો ઉપયોગ માત્ર લૉકો બેન્કિંગ ટ્રાન્ઝેક્શન (Banking Transaction) થી સંબંધિત કોઇ કામ માટે જ કરે છે. પાન કાર્ડ ઇન્કમ ટેક્સ (Income Tax)ની લેવડદેવડમાં પણ બહુજ કામ આવે છે. પરંતુ આ ડૉક્યૂમેન્ટ્સના ગાયબ થવાનો ખતરો રહે છે.
આવામાં સરકાર એક એવી આઇડી લાવવાની તૈયારીમાં જે પુરેપુરી રીતે ડિજીટલ હશે. આને સિંગલ ડિજીટલ આઇડી (Single Digital ID) કહે છે. આ આઇડી લાવવા પર સરકારે 2017માં વિચાર કર્યો હતો. આ પછીથી સતત તેના માટે કામ કરવામાં આવી રહ્યું છે. આ માટે સરકારના ઇલેક્ટ્રૉનિક્સ મંત્રાલય (MeitY) માં ખુબ ઝડપથી કામ થઇ રહ્યું છે. તો ચાલો જાણીએ આ સિંગલ ડિજીટલ આઇડીથી આવનારા સમયમાં લોકોને શું શું ફાયદો થઇ શકે છે.
સિંગલ ડિજીટલ આઇડી શું છે?
સરકારના આઇટી મિનિસ્ટ્રી અને ઇલેક્ટ્રૉનિક્સ મંત્રાલય (MeitY) માં ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ સિંગલ આઇડી પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને અન્ય ડૉક્યૂમેન્ટને જોડીને બનાવવામાં આવશે. આ તમામ ડૉક્યૂમેન્ટ્સ એકબીજા સાથે લિંક હશે.
સિંગલ ડિજીટલ આઇડીથી શું થશે લાભ?
સિંગલ ડિજીટલ આઇડીથી નાગરિકોને અલગ અલગ રીતે કેટલાય લાભો મળશે. આમાં સૌથો મોટો લાભ એ થશે કે લોકોને હવે અલગ અલગ આઇડી (Different IDs) નહીં રાખવી પડે. માત્ર એક પ્લેટફોર્મ પર જ લોકો પોતાની તમામ આઇડીને શેર કરી શકશે.
લોકો પાસે માંગવામાં આવશે તેમની પ્રતિક્રિયા-
સરકાર આ નવી ડિજીટલ આઇડી પર ઝડપથી કામ કરી રહી છે. સરકાર અનુસાર, આ નવી ડિજીટલ આઇડીથી સામાન્ય નાગરિકોનુ કામ આસાન થશે અને તે ખુદને વધુ સશક્ત અનુભવશે. આની સાથે જે લોકો આનો ઉપયોગ કરવા માંગે છે, તે જ આનો ઉપયોગ કરશે, આ પ્રસ્તાવના સાર્વજનિક થવા પર સરકાર લોકોની આના પર પ્રતિક્રિયાઓ પણ માંગશે.
આ પણ વાંચો........
Car FASTag: કાર વેચી રહ્યા છો તો FASTag નું શું કરશો ? જાણો વિગત
મહેસાણામાં શિક્ષિકાએ આપઘાતનો કર્યો પ્રયાસ, શિક્ષકો પરેશાન કરતા હોવાનો આરોપ
MS Dhoni Novel Atharva The Origin : ધોની હવે બનશે યોદ્ધા, રીલિઝ થયો ગ્રાફિક નોવેલનો ફર્સ્ટ લૂક
RBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં જુઓ અરજી અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો
BECIL Recruitment 2022 : ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા લોકો માટે ભરતી બહાર પડી, પગાર એક લાખ સુધી હશે