Jharkhand: ઝારખંડમાં નવાજૂનીના એંધાણ, ચંપાઈ સોરેનેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Jharkhand News: ચંપાઈ સોરેને ઝારખંડ મુક્તિ મોરચામાં તેમની રાજકીય કારકિર્દીનો અંત લાવ્યો. બુધવારે (28 ઓગસ્ટ) તેમણે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.
Jharkhand News: ચંપાઈ સોરેને ઝારખંડ મુક્તિ મોરચામાં તેમની રાજકીય કારકિર્દીનો અંત લાવ્યો. બુધવારે (28 ઓગસ્ટ) તેમણે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. દિલ્હીથી રાંચી પહોંચ્યા બાદ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ આજે જ રાજીનામું આપશે. હવે તેઓ 30મી ઓગસ્ટે ભાજપમાં જોડાશે. ચંપાઈ સોરેનની સાથે તેમના પુત્ર બાબુલાલ સોરેન પણ ભાજપમાં જોડાઈ શકે છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં ચંપાઈ સોરેને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
Former Jharkhand CM Champai Soren resigns from the primary membership and all posts of Jharkhand Mukti Morcha (JMM)
— ANI (@ANI) August 28, 2024
He will join the BJP on August 30. pic.twitter.com/mU78ed2yAv
'જેએમએમ તેની દિશાથી ભટકી'
શિબુ સોરેનને મોકલવામાં આવેલા તેમના રાજીનામાના પત્રમાં ચંપાઈ સોરેને લખ્યું છે કે, "હું ઝારખંડ મુક્તિ મોરચાની વર્તમાન કાર્યશૈલી અને નીતિઓથી કંટાળી ગયો છું અને પાર્ટી છોડવા માટે મજબૂર છું. ખૂબ જ દુખ સાથે કહેવું પડે છે કે, તમારા માર્ગદર્શનમાં જે પાર્ટીનું સપનુ અમારા જેવા કાર્યકર્તાઓએ જોયું હતું અને જે માટે અમે લોકોએ જંગલો,પહાડો અને ગામોમાં પરસેવો પાડ્યો હતો, આજે પાર્ટી તે દિશાથી ભટકી ગઈ છે.
'આ નિર્ણય પીડા સાથે લેવો પડ્યો'
ચંપાઈ સોરેને આગળ લખ્યું, "જેએમએમ મારા માટે એક પરિવાર જેવી રહી છે અને મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારે તેને છોડવી પડશે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓને કારણે, મારે ખૂબ જ પીડા સાથે આ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો.
'પાર્ટીમાં એવું કોઈ મંચ નથી કે જ્યાં વ્યક્તિ પોતાનું દર્દ વ્યક્ત કરી શકે'
પોતાના પત્રમાં ચંપાઈ સોરેને એમ પણ લખ્યું છે કે, "તમારી હાલની તબિયતને કારણે તમે સક્રિય રાજકારણથી દૂર છો અને તમારા સિવાય પાર્ટીમાં એવું કોઈ મંચ નથી કે જ્યાં અમે અમારી પીડા વ્યક્ત કરી શકીએ. આ કારણે હું ઝારખંડ મુક્તિ મોરચાનીતમામ પોસ્ટ પરથી રાજીનામું આપી રહ્યો છું. મને જીવનમાં ઘણું શીખવાની તક મળી છે, તેથી તમે હંમેશા મારા માર્ગદર્શક રહેશો, હું તમને વિનંતી કરું છું કે તમે મારું રાજીનામું સ્વીકારો.
આ પણ વાંચો...