શોધખોળ કરો
Advertisement
ચંદ્રબાબુ નાયડુના બંગલા પર અડધી રાતે ફરી વળ્યું બુલડોઝર, જાણો પછી શું થયું?
વિદેશ યાત્રાથી પરત ફર્યા બાદ ચંદ્રબાબુ નાયડુ ‘પ્રજા વેદિકા’ પહોંચ્યા છે. આ સ્થળ પર ટીડીપીના સેંકડો કાર્યકર્તા પણ હાજર છે. વિરોધની વચ્ચે એક જેસીબી, 6 ટ્રક અને 30 મજૂર બિલ્ડિંગને તોડી રહ્યાં છે.
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુના સરકારી આવાસ ‘પ્રજા વેદિકા’ને અડધી રાતથી તોડવામાં આવ્યું છે. વિદેશ યાત્રાથી પરત ફર્યા બાદ ચંદ્રબાબુ નાયડુ ‘પ્રજા વેદિકા’ પહોંચ્યા છે. આ સ્થળ પર ટીડીપીના સેંકડો કાર્યકર્તા પણ હાજર છે. વિરોધની વચ્ચે એક જેસીબી, 6 ટ્રક અને 30 મજૂર બિલ્ડિંગને તોડી રહ્યાં છે.
મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડીએ ‘પ્રજા વેદિકા’ને તોડવાનો આદેશ આપ્યો હતો. તેના પર પ્રશાસને મંગળવાર રાતે જ કાર્યવાહી શરૂ કરી દીધી છે. બુધવારે પણ બિલ્ડિંગ તોડવાનું કામ ચાલી રહ્યું છે. આ પહેલા ચંદ્રબાબુ નાયડુએ ‘પ્રજા વેદિકા’ને વિપક્ષના નેતાનું સરકારી આવાસ જાહેર કરવાની માંગણી કરી હતી પરંતુ સીએમ જગનમોહન રેડ્ડીએ આ માંગણીને ઠુકરાવી દીધી હતી.I don't see this as an illegal structure being demolished. It's Rs 5 crore of your and my money turning into rubble. #PrajaVedika #AndhraPradesh pic.twitter.com/w1UpL7ZEzT
— krishnamurthy (@krishna0302) June 26, 2019
‘પ્રજા વેદિકા’નું નિર્માણ સરકારે આંધ્રપ્રદેશ રાજધાની ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ (એપીસીઆરડીએ) દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી આવાસ તરીકે બનાવ્યું હતું. પાંચ કરોડ રૂપિયામાં બનેલા આ ઘરનો ઉપયોગ નાયડુ સત્તાવાર કામની સાથો સાથ પાર્ટીની બેઠકો માટે કરતા હતા.Andhra Pradesh: Demolition of 'Praja Vedike' building is underway in Amaravati. The building was constructed by the previous government led by N Chandrababu Naidu. pic.twitter.com/ZCpqBzmEZC
— ANI (@ANI) June 26, 2019
સીએમ જગનમોહન રેડ્ડીની બિલ્ડિંગ તોડવાના આદેશ બાદ વિપક્ષે કેટલાંક આરોપ પણ મૂક્યા હતાં. ટીડીપી નેતા અને વિધાન પરિષદના સભ્ય અશોક બાબુ એ કહ્યું હતું કે સરકારી કર્મચારીઓએ નાયડુનો ખાનગી સામાન બહાર ફેંકી દીધો.#WATCH: Demolition of 'Praja Vedike' building underway in Amaravati. The building was constructed by the previous government led by N. Chandrababu Naidu. #AndhraPradesh pic.twitter.com/qRCWjfVTJZ
— ANI (@ANI) June 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
અમદાવાદ
ક્રિકેટ
Advertisement