શોધખોળ કરો
Advertisement
ચંદ્રયાન-2: ઓર્બિટરે ચંદ્ર પર કરી કમાલ, મેળવ્યા આ મહત્ત્વના આંકડા, જાણો વિગતે
સૂર્ય દર 11 વર્ષ પર પોતાના તાપમાનનું ચક્ર બદલે છે. એટલે કે 11 વર્ષનાં અંતરે સૂર્યની ગરમી ઓછી અથવા વધે છે.
નવી દિલ્હીઃ ઈસરોના મિશન ચંદ્રયાન-2ના ઓર્બિટરે સૂર્યમાંથી નીકળના સૌર કિરણોનું અધ્યયન કર્યું છે અને 30 સપ્ટેમ્બરથી એક ઓક્ટોબરની વચ્ચે આંકડા મેળવ્યા છે. આવો જાણીએ શું કહે છે આંકડાઓ.
સૂર્ય દર 11 વર્ષ પર પોતાના તાપમાનનું ચક્ર બદલે છે. એટલે કે 11 વર્ષનાં અંતરે સૂર્યની ગરમી ઓછી અથવા વધે છે. જ્યારે સૂર્ય પર વધારે ધબ્બા (સન સ્પોટ) જોવા મળે ત્યારે માની લેવું જોઇએ કે સૂર્ય વધારે ગરમ છે. આને સોલર મેક્સિમાં કહેવામાં આવે છે, જ્યારે તેનાથી વિરદ્ધ સૂર્ય પર જ્યારે ધબ્બા ઓછા જોવા મળે છે એટલે કે ન બરાબર જોવા મળે તો આને સોલર મિનિમાં કહે છે. એટલે કે આ દરમિયાન સૂર્ય ઠંડો છે.
જ્યારે સૂર્ય વધારે ગમર હોય છે તો તેનાથી અંતરિક્ષમાં ઇલેક્ટ્રો મેગ્નેટિક ઝડપી પ્રવાહ નીકળે છે, જેને સૌર તોફાન કહે છે. આ સૌર તોફાનથી પૃથ્વીની ચારેય તરફ ફરી રહેલા સેટેલાઇટ્સ પ્રભાવિત થાય છે, પૃથ્વી પર સંચારમાં વિક્ષેપ પડી શકે છે. એટલુ જ નહીં GPS સિસ્ટમ કામ કરવાનું બંધ કરી શકે છે. જ્યારે આ સૌર તોફાન વધી જાય છે, ત્યારે પૃથ્વીનાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર નૉર્ધર્ન અથવા સાઉથર્ન લાઇટ્સ જોવા મળે છે. આને જોવા માટે લોકો નોર્વે, ગ્રીનલેન્ડ અથવા આર્કટિક દેશોમાં જાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement