Chandrayaan-3 Landing Live: આદિત્ય મિશન આ સપ્ટેમ્બરમાં લોન્ચ માટે તૈયાર થઇ રહ્યુ છેઃ ઇસરો ચીફ
Chandrayaan 3 Live: લેન્ડિંગના લગભગ 2.30 કલાક પછી પ્રજ્ઞાન બહાર આવ્યું. પ્રજ્ઞાને ચંદ્ર પર અશોક સ્તંભ અને ઈસરોના નિશાન છોડી દીધા છે.
LIVE
Background
Chandrayaan 3 Live: ભારતે ચંદ્ર પર તિરંગો ફરકાવી દીધો છે. મૂન મિશન ચંદ્રયાન-3 એ બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 6:40 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને દેશની જનતાએ આ દ્રશ્ય લાઈવ જોયું હતું. આ પછી દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર ચંદ્રયાન-3 ના સોફ્ટ લેન્ડિંગ પછી રોવર પ્રજ્ઞાન પણ લેન્ડર વિક્રમમાંથી બહાર આવ્યું. લેન્ડિંગના લગભગ 2.30 કલાક પછી પ્રજ્ઞાન બહાર આવ્યું. પ્રજ્ઞાને ચંદ્ર પર અશોક સ્તંભ અને ઈસરોના નિશાન છોડી દીધા છે.
ઈસરોના જણાવ્યા અનુસાર રોવર પ્રજ્ઞાન લેન્ડર વિક્રમમાંથી બહાર આવી ગયું છે અને તેણે ચંદ્ર પર અશોક સ્તંભ અને ઈસરોના પગના નિશાન છોડી દીધા છે. પ્રજ્ઞાન હવે ચંદ્ર પર 14 દિવસ સુધી અભ્યાસ કરશે અને ડેટા એકત્રિત કરીને લેન્ડર વિક્રમને મોકલશે. અહીંથી ઈસરોના વૈજ્ઞાનિકોને તમામ માહિતી મોકલવામાં આવશે.
ભારતને આ સિદ્ધિ બદલ અમેરિકા, યુરોપ, રશિયા અને પાડોશી દેશ પાકિસ્તાનમાંથી પણ અભિનંદન મળી રહ્યા છે.ઈસરોની આ સિદ્ધિને અવકાશ ઈતિહાસની 'અતુલ્ય' ક્ષણ તરીકે ઓળખવામાં આવી છે.
ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન ઉતારનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો. આના થોડા દિવસો પહેલા રશિયાનું લુના-25 અવકાશયાન અનિયંત્રિત થઈને ચંદ્ર પર પડ્યું હતું. યુએસ સ્પેસ એજન્સી નાસાના વડા બિલ નેલ્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે "ચંદ્રયાન-3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ માટે ISROને અભિનંદન! ચંદ્ર પર અવકાશયાનને સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ કરનાર ચોથો દેશ બનવા બદલ ભારતને અભિનંદન. અમને આ મિશનમાં તમારા ભાગીદાર બનવાનો આનંદ છે.
રશિયાના સરકારી અંતરિક્ષ નિગમ 'રોસ્કોસ્મોસ'એ પણ ભારતને અભિનંદન પાઠવ્યા છે. રોસ્કોસ્મોસે એક નિવેદનમાં કહ્યું, "ચંદ્રયાન-3 અવકાશયાનના સફળ ઉતરાણ પર રોસ્કોસ્મોસ ભારતને અભિનંદન આપે છે."
યુરોપિયન સ્પેસ એજન્સીના ડાયરેક્ટર જનરલ જોસેફ એશબેકરે 'X' પર લખ્યું હતું કે "અતુલ્ય! ISRO અને ભારતના તમામ લોકોને અભિનંદન!!' તેમણે લખ્યું, “ભારતે નવી ટેક્નોલોજીનું પ્રદર્શન કરીને અન્ય કોઈપણ ખગોળીય પિંડ પર સૌપ્રથમ સોફ્ટ લેન્ડિંગ કર્યું. શાબાશ, હું ખૂબ પ્રભાવિત છું." બ્રિટનની સ્પેસ એજન્સીએ 'X' પર લખ્યું, 'ઇતિહાસ રચાયો છે! ISRO ને અભિનંદન.
આદિત્ય-એલ1 અને ગગનયાન મિશન પર એસ સોમનાથે શું કહ્યુ
આદિત્ય-એલ 1 અને ગગનયાન મિશન પર ISROના વડાએ જણાવ્યું હતું કે, "આદિત્ય મિશન સૂર્ય તરફ જવા આ સપ્ટેમ્બરમાં લોન્ચ માટે તૈયાર થઈ રહ્યું છે. ગગનયાન પર હજુ કામ ચાલી રહ્યું છે. અમે ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ ક્ષમતા દર્શાવવા અમે સંભવતઃ સપ્ટેમ્બર અથવા ઑક્ટોબરના અંત સુધીમાં એક મિશન કરીશું, ત્યારબાદ અનેક ટેસ્ટ મિશન કરવામાં આવશે જ્યાં સુધી અમે 2025 માં પ્રથમ માનવ મિશન ના કરી લઇએ.
#WATCH ISRO chief S Somanath on Aditya L-1 and Gaganyaan mission
— ANI (@ANI) August 24, 2023
"Aditya mission to the Sun & it is getting ready for launch in September. Gaganyaan is still a work in progress. We will do a mission possibly by the end of September or October to demonstrate the crew module &… pic.twitter.com/9LVoWMJHX3
સોનિયા ગાંધીએ ચંદ્રયાનની સફળતા પર એસ. સોમનાથને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચંદ્રયાન-3ની સફળતા પર ઈસરોના વડા એસ. સોમનાથને પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે.
Congress Parliamentary Party Chairperson Sonia Gandhi writes to ISRO chief S Somanath on Chandrayaan-3 success pic.twitter.com/kwYyAD6ovW
— ANI (@ANI) August 24, 2023
Chandrayaan-3 Live: યુએનએ ભારતની સફળતા પર કહ્યું - 'માનવતા માટે મોટી સિદ્ધિ',
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યુ હતું કે ચંદ્રયાન-3 ની સફળતા પર ISRO અને ભારતને અભિનંદન આપ્યા અને તેને માનવતા માટે એક "મોટી સિદ્ધિ ગણાવી હતી. ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ અવકાશ મિશન બન્યું. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટારેસના અસોસિએટ પ્રવક્તા ફ્લોરેન્સિયા સોટો નીનોએ ચંદ્ર પરના ભારતના મિશનને "ખૂબ જ રોમાંચક" ગણાવ્યું હતું.
તેમણે કહ્યું કે અમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાન ઉતારનાર પ્રથમ દેશ બનવા પર ભારતને અભિનંદન આપીએ છીએ. આ મોટી સિદ્ધિ છે જેને દુનિયાભરના લોકોએ જોઇ છે.
રોવર પ્રજ્ઞાન હવે શું કરશે?
પ્રજ્ઞાન ચંદ્રની સપાટીની રાસાયણિક રચના, માટી અને ખડકોની તપાસ કરશે. તે ધ્રુવીય પ્રદેશની નજીક ચંદ્રની સપાટીના આયનો અને ઇલેક્ટ્રોનની ઘનતા અને થર્મલ ગુણધર્મોને માપશે. સૌથી મહત્વની વાત એ છે કે આ વિસ્તારની પહેલા ક્યારેય કોઈએ મુલાકાત લીધી નથી. આ પહેલીવાર છે જ્યારે કોઈ દેશે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જવાની હિંમત કરી હોય.
ચંદ્રની સપાટી પરથી 14 દિવસ સુધી માહિતી એકત્રિત કરશે
વૈજ્ઞાનિકોના મતે, સોફ્ટ લેન્ડિંગ પછી રોવર અને લેન્ડરથી ઈસરોને જે માહિતી મળશે તે માત્ર 14 દિવસ માટે જ હશે, કારણ કે આ સમયગાળા દરમિયાન જ ચંદ્રને સંપૂર્ણ પ્રકાશ મળશે. તેમનું કહેવું છે કે રોવર પાસેથી મળેલી માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે ચંદ્રની સપાટી પર આગળ વધતું રહે છે.
કેવી રીતે રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર દેશની છાપ છોડી રહ્યું છે?
જેમ જેમ રોવર પ્રજ્ઞાન આગળ વધી રહ્યું છે, તેમ તે ચંદ્રની સપાટી પર અશોક સ્તંભ અને ઈસરોના નિશાન છોડી રહ્યું છે. પ્રજ્ઞાનના પૈડાં પર ISRO અને અશોક સ્તંભના નિશાન બનાવવામાં આવ્યા છે, તેથી જેમ જેમ તે આગળ વધશે તેમ તે ચંદ્રની સપાટી પર આ નિશાનો છોડી દેશે. ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ પહેલા ઈસરોએ આ અંગે જાણકારી આપી હતી. તેમાં રોવરની એક બાજુના પૈડાં પર ISROનું ચિહ્ન છે અને બીજી બાજુના પૈડાં પર અશોક સ્તંભનું ચિહ્ન છે.