શોધખોળ કરો

Chandrayaan-3:ચાંદ પર ભારતનું જય હો, દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ, સર્જયો ઇતિહાસ

'ઈસરો'એ ચંદ્રની સપાટી (દક્ષિણ ધ્રુવ) પર 'ચંદ્રયાન-3'ના સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ રીતે ભારત દક્ષિણ ધ્રૂવ પર લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બની ગયો

Chandrayaan-3 Live Updates:ઇસરોએ  ચંદ્રયાન-3નું દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે.  વિશ્વની નજર ભારતના આ મિશન પર ટકેલી હતી. 'ચંદ્રયાન-3'ના સોફ્ટ લેન્ડિંગ બાદ ભારત વિશ્વમાં રશિયા, અમેરિકા અને ચીનની બરાબરી પર આવી ગયું છે. આ સાથે ભારત દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બની ગયો છે.  આ પહેલા  ત્રણ દેશોએ  ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાઓ આ સફળતા પ્રાપ્ત કરી હતી.

'ઇસરો'એ ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ માટે પ્લાન 'બી' તૈયાર કર્યો  હતો. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે લેન્ડિંગ દરમિયાન જો કોઈ અવરોધ આવે તો લેન્ડિંગનો સમય આગળ વધારી શકાય.

અવકાશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ચંદ્રયાન-3ની તૈયારીમાં '1580' આંખોનો મોટો ફાળો છે. આ એવી આંખો છે જેણે એક સેકન્ડ માટે પણ પોતાને ચંદ્રયાન 3 થી અલગ કર્યા નથી. 14 જુલાઈથી અત્યાર સુધીમાં ઈસરોના 790 વૈજ્ઞાનિકો દિવસ-રાત આ મિશન સાથે જોડાયેલા રહ્યાં છે. વૈજ્ઞાનિકોએ 960 કલાક સુધી ચંદ્રયાન 3 પર નજર રાખી છે.

વૈજ્ઞાનિકોની ઘણી ટીમો ઈસરોમાં અલગ-અલગ કામોમાં લાગેલી હતી. કેટલાક ચંદ્રયાનની દિશા તરફ જોઈ રહ્યા હતા તો કેટલાક ઝડપ જોઈ રહ્યા હતા. કોઈને ટેકનિકલ ખામીની તપાસનું કામ મળ્યું તો કોઈ વૈજ્ઞાનિક ચંદ્રયાનને લેન્ડ કરવા માટે પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા હતા. મેનેજ્ડ મિશન હેઠળ, આ બધું 'મિનિટ ટુ મિનિટ'ના ધોરણે ચાલ્યું. રોકેટ છોડ્યા પછી, ઘણી ટીમોએ લેન્ડર પરથી નજર હટાવી ન હતી. ઈસરોના નિયંત્રણ કેન્દ્રમાં લગભગ 200 વૈજ્ઞાનિકોની ટીમ દરેક ક્ષણ પર નજર રાખી રહી હતી. જો આપણે ચંદ્રયાન 3 ના આયોજનની વાત કરીએ તો તેમાં 790 થી વધુ વૈજ્ઞાનિકો સામેલ થયા છે.

'ઇસરો'એ ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ માટે પ્લાન 'બી' તૈયાર કર્યો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે લેન્ડિંગ દરમિયાન જો કોઈ અવરોધ આવે તો લેન્ડિંગનો સમય આગળ વધારી શકાય. જો કે, આ યોજના ત્યારે જ અમલમાં લાવવાની હતી  જ્યારે એક વિશાળ કદનું ખાડો ચંદ્રની સામે હશે. જો કે, ઈસરોએ ખડકો અને વિશાળ ખાડાઓ સાથે કામ કરવાની વ્યવસ્થા પણ કરી લીધી હતી.  છેલ્લી ક્ષણ બાદ પણ  સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા ત્રણથી ચાર દિવસ સુધી લંબાવી શકાય છે. જો ખાડો બહુ મોટો અને ઊંડો ન હોય તો ચિંતા કરવાની કોઈ વાત ન હતી કારણ કે લેન્ડર અને રોવરની સોલાર પેનલને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહેશે.

સ્પેસ કમિશનના સભ્ય ડૉ. કિરણ કુમારે કહ્યું, 'ઈસરો' 'ચંદ્રયાન-3' વિશે ખૂબ આશાવાદી હતા.  આ માટે સેંકડો વૈજ્ઞાનિકોએ રાત-દિવસ મહેનત કરી છે. જ્યારે કોઈ વૈજ્ઞાનિક શિફ્ટ પૂરી કરીને ઘરે જતા તો પણ  તેને ઊંઘ ન આવતી અને તેઓ આ સમયે પણ  પોતાની જાતને અપડેટ રાખવા માટે કંટ્રોલ સેન્ટર સાથે વાત કરતા હતા. બધાને એક જ જુસ્સો હતો કે ચંદ્રયાન 3 ચંદ્ર પર સુરક્ષિત રીતે સોફ્ટ લેન્ડિંગ કરે. ચંદ્રયાન ક્યાં લેન્ડ કરવું, આ બધી બાબતો પહેલેથી જ નક્કી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
Embed widget