'સની લિયોની'ના નામ પર આ સરકારી યોજનામાંથી ઉપાડ્યા પૈસા, દર મહિને ખાતમાં નાખતા 1000 રુપિયા
છત્તીસગઢના બસ્તર જિલ્લામાં 'મહતારી વંદના યોજના'ના નામે છેતરપિંડીનો એક વિચિત્ર કેસ સામે આવ્યો છે.
Mahtari Vandan Yojana Scam: છત્તીસગઢના બસ્તર જિલ્લામાં 'મહતારી વંદના યોજના'ના નામે છેતરપિંડીનો એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મહતારી વંદના યોજના હેઠળ સની લિયોન નામની મહિલાના ખાતામાં દર મહિને 1000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. આ યોજનાના લાભાર્થીનું નામ 'સની લિયોન' હતું અને તેના પતિનું નામ 'જોની સિન્સ' હતું, જે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત કલાકારો હતા.
ઘટનાની તપાસમાં જાણવા મળ્યું કે આ ખાતું એક આંગણવાડી કાર્યકરના આઈડીથી નોંધાયેલું હતું અને છેલ્લા 10 મહિનાથી આ યોજના હેઠળ ખાતામાં પૈસા આવી રહ્યા હતા.
ફેક એકાઉન્ટ બનાવવાનો આરોપ
મામલો સામે આવતા જ બસ્તર કલેકટરે તપાસના આદેશ આપ્યા અને આ મામલે મહિલાના પતિ વીરેન્દ્ર જોશીને કસ્ટડીમાં લીધા હતા. આ દરમિયાન આરોપીએ કહ્યું કે તેના આધાર અને બેંક એકાઉન્ટ નંબરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. તે આ યોજના હેઠળ જમા કરાવવાની રકમ વિશે સંપૂર્ણપણે અજાણ હતો. તે સ્કીમમાંથી મળેલા પૈસા પરત કરવા તૈયાર છે. જો કે, આ છેતરપિંડી પાછળના લોકો કોણ છે અને તેમનો હેતુ શું હતો તે તપાસનો વિષય છે.
મહતારી વંદના યોજના શું છે ?
આ યોજના રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજના છે, જે અંતર્ગત મહિલાઓને દર મહિને 1000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. આ યોજના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈના નેતૃત્વમાં ચલાવવામાં આવી રહી છે. પરંતુ આ મામલે જે સમાચાર સામે આવ્યા તેણે બધાને ચોંકાવી દીધા.
નોંધનીય છે કે મહતારી વંદના યોજના હેઠળ છેલ્લા 10 મહિનાથી સની લિયોન નામની મહિલાના ખાતામાં 1000 રૂપિયા જમા થઈ રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ યોજનામાં મહિલાનું નામ સની લિયોન છે અને તેના પતિનું નામ જોની સિન્સ છે, જે અમેરિકન એડલ્ટ ફિલ્મ એક્ટર છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થતા જ હોબાળો મચી ગયો
અહેવાલ મુજબ, આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ વહીવટીતંત્રમાં હલચલ મચી ગઈ હતી અને બસ્તર કલેકટરે તરત જ આ મામલાની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ જારી કર્યો હતો.
આરોપી પતિ મહતારી વંદના યોજનામાંથી દર મહિને મળેલા પૈસા પરત કરવા તૈયાર
મીડિયા અહેવાલ અનુસાર તુલાર ગામમાં સની લિયોન નામની કોઈ મહિલા નથી. પીડિતાએ જણાવ્યું કે તપાસ દરમિયાન તેનો એકાઉન્ટ નંબર અને આધાર નંબર યોજના લાભાર્થી ફોર્મ સાથે લિંક કરવામાં આવ્યો હતો. તેનું કહેવું છે કે તે સ્કીમમાંથી મળેલા પૈસા પરત કરવા તૈયાર છે. જો કે આ મામલે પોલીસ અને પ્રશાસનની કોઈ બાજુ હજુ સુધી સામે આવી નથી.