શોધખોળ કરો
Advertisement
આ રાજ્યમાં જુલાઈથી ખુલશે સ્કૂલ અને કોલેજ, એડમિશન પ્રક્રિયા થશે શરૂ
દેશભરમાં 22 માર્ચથી જનતા કર્ફ્યૂવાળા દિવસથી જ સ્કૂલ કોલેજ બંધ છે. હવે દેશમાં કોરોના વાયરસના સતત વધી રહેલ કેસની વચ્ચે બધું સામાન્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
રાયપુરઃ કોરોના સંકટની વચ્ચે છત્તીસગઢમાં જુલાઈથી સ્કૂલ અને કોલેજ ખુલી શકે છે અને એડમિશન સાથે જોડાયેલ ગતિવિધિઓ શરૂ થઈ શકે છે. આ વાતની જાણકારી મુખ્યમંત્રી ભૂપેશ બધેલની તમામ મંત્રીઓ સાથે બેઠક બાદ કૃષિ મંત્રી રવિન્દ્ર ચૌબેએ આપી.
છત્તીસગઢના કૃષિ મંત્રીએ કહ્યું, ‘અમે નિર્ણય કર્યો છે કે જુલાઈ મહિનાથી સ્કૂલ અને કોલેજ બાળકોને એડમિશન આપવા માટે તેની સાથે જોડાયેલ ગતિવિધિઓ શરૂ કરી શકે છે. જુલાઈના અંતમાં ઓગસ્ટ સુધી, આગળ જેવી પણ સ્થિતિ રહેશી એ પ્રમાણે સ્કૂલ અને કોલેજ શરૂ કરવામાં આવશે.’
દેશભરમાં 22 માર્ચથી જનતા કર્ફ્યૂવાળા દિવસથી જ સ્કૂલ કોલેજ બંધ છે. હવે દેશમાં કોરોના વાયરસના સતત વધી રહેલ કેસની વચ્ચે બધું સામાન્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અનલોક 1માં જ્યાં ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ્સ, હોટલ રેસ્ટોરન્ટ ખુલી ગયા છે ત્યારે અન્ક રાજ્યો સ્કૂલ કોલેજ ખોલવા પર વિચાર કરી રહ્યા છે. દરેક રાજ્ય સરકાર પોતાના રાજ્યમાં કોરોનાના પ્રકોપને આધારે સ્કૂલ કોલેજ ખોલવાનો નિર્ણય લેશે.
હાલમાં જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું છે કે, સ્કૂલ કોલેજ ઓગસ્ટ બાદ જ ખોલવા પર વિચાર કરવામાં આવશે. આ વિશે અંતિમ નિર્ણય હાલની સ્થિતિનું આકલન કર્યા બાદ જ લેવામાં આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય અનુસાર ઓગસ્ટ બાદ જ વિશ્વવિદ્યાલયોમાં પણ નવા સેશનની પણ શરૂઆત થઈ શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement