શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંત્રીઓને આપેલા ખાતાઓમાં કર્યો બદલાવ, જાણો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંત્રીઓના આપેલા વિભાગમાં ફેરફાર કર્યો છે.
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંત્રીઓના આપેલા વિભાગમાં ફેરફાર કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ એનસીપીના છગન ભૂજબલ પાસેથી જળ સંશાધન અને લાભ ક્ષેત્ર વિકાસ ખાતૂ લઈ જયંત પાટીલને આપવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જયંત પાટીલ ખાતાની ફાળવણીને લઈને નારાજ હતા.
જયંત પાટિલની નારાજગી સામે આવતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 48 કલાકની અંદર જ મંત્રીઓ વચ્ચેના વિભાગોમાં ફેરબદલ કરી છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર બન્યા બાદ જ્યારે કેબિનેટમાં સામેલ ધારાસભ્યોની વચ્ચે વિભાગોની વહેંચણી કરવામાં આવી ત્યારે જયંત પાટીલની પાસે નાણા વિભાગ, નિયોજન, ગૃહ વિભાગ, સ્વાસ્થ્ય, સહકાર અને વ્યાપાર, અનાજ આપૂર્તિ, ગ્રાહક સંરક્ષણ, લઘુમતિ વિભાગ મંત્રાલય હતું.
જ્યારે છગન ભૂજબલ પાસે ગ્રામ વિકાસ, જળ સંપત્તિ, સામાજિક ન્યાય, સ્કિલ ડેવલપમેન્ટ, અન્ન અને ઔષધિ વિભાગની જવાબદારી હતી. જયંત પાટીલ એ વાતથી નારાજ હતા કે તેમની પાસે નાણા મંત્રાલય ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ વિભાગ નથી. મહારાષ્ટ્રમાં મંત્રીઓ વચ્ચે વિભાગોની આ ફેરબદલ સંબંધિત મુખ્યમંત્રીના પ્રસ્તાવને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મંજૂરી પણ આપી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement