શોધખોળ કરો
મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ભીમા કોરેગાંવ કેસની તપાસ કેંદ્ર સરકારને સોંપવામાં નહી આવે
એનસીપીએ ભીમા- કોરેગાંવ કેસની તપાસ એસઆઈટી પાસે કરાવવાની માંગ કરી છે.

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભીમા કોરેગાંવ કેસને લઈને મહત્વું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભીમા કોરેગાંવ કેસની તપાસ કેંદ્ર સરકારને સોંપવાના લઈને ચાલતી ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ભીમા કોરેગાંવ કેસની તપાસ કેન્દ્ર સરકારને સોંપવામા નહીં આવે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, કે અલગાર પરિષદ મામલો અને ભીમા કોરેગાંવ મામલો બંને અલગ-અલગ છે. ભીમા કોરેગાંવ મામલો દલિત લોકો સાથે સબંધિત છે અને મામલા સબંધી તપાસ હજુ કેંદ્ર સરકારને આપવામાં નથી આવી. કેંદ્ર સરકારે માત્ર અલગાર પરિષદ મામલાને હાથમાં લીધો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દલિત ભાઈઓના વિષય કોરેગાંવ ભીમા સાથે સંબંધિત છે. તેમજ હું એ બાબતનો વિશ્વાસ અપાવું છું કે દલિતો સાથે અત્યાચાર નહીં થવા દઈએ. અલગાર પરિષદ અને ભીમા કોરેગાંવ બંને મામલા અલગ-અલગ છે. જયારે એનસીપીએ ભીમા- કોરેગાંવ કેસની તપાસ એસઆઈટી પાસે કરાવવાની માંગ કરી છે. શરદ પવારે કહ્યું કે કેટલાક પોલીસકર્મીઓનું વર્તન શંકાના ઘેરામા છે. તેથી આ કેસમા પોલીસની ભૂમિકાની પણ તપાસ કરવામા આવવી જોઈએ તેવી માંગ કરી છે.
વધુ વાંચો





















